ભગવાન તારી લીલા! મહાકુંભમાં 35 કરોડ લોકોએ કર્યું સ્નાન

Mahakumbh 2025 : યોગી આદિત્યનાથ તેમના સત્તાવાર નિવાસસ્થાન પરના વોર રૂમમાં સવારે 3.30 વાગ્યાથી DGP, મુખ્ય સચિવ ગૃહ અને મુખ્ય પ્રધાન કાર્યાલયના અધિકારીઓ સાથે વસંત પંચમીના અમૃત સ્નાનની લઈ રહ્યા છે સતત અપડેટ

Mahakumbh 2025 : મહાકુંભમાં આજે અમૃત સ્નાન પર અખાડાઓમાં ડૂબકી મારવાની પ્રક્રિયા ચાલુ છે. નાગા સાધુઓ સૌથી પહેલા ડૂબકી મારતા હતા. આ પછી મહાનિર્વાણ અખાડા, નિરંજની અખાડા અને જુના અખાડાએ સ્નાન કર્યું છે. બાકીના અખાડાઓમાં પણ સ્નાન કરવાની પ્રક્રિયા ચાલુ છે. વસંત પંચમીના અખાડાઓના અમૃતસ્નાન પર ત્રિવેણી સંગમમાં અમૃતસ્નાન લેનારા તમામ સંતો-મુનિઓ પર હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, અહેવાલો મુજબ અત્યાર સુધી મહાકુંભમાં 35 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે.

CM યોગી પોતે લઈ રહ્યા છે સતત અપડેટ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી પોતે સતત અમૃત સ્નાન મહાકુંભની અપડેટ લઈ રહ્યા છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તેમના સત્તાવાર નિવાસસ્થાન પરના વોર રૂમમાં સવારે 3.30 વાગ્યાથી DGP, મુખ્ય સચિવ ગૃહ અને મુખ્ય પ્રધાન કાર્યાલયના અધિકારીઓ સાથે વસંત પંચમીના અમૃત સ્નાનની સતત અપડેટ લઈ રહ્યા છે. CM યોગી પણ જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે. 10 લાખ કલ્પવાસીઓ અને 6.58 શ્રદ્ધાળુઓએ વહેલી સવારે મહાકુંભમાં સ્નાન કર્યું છે. અત્યાર સુધીમાં 35 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE