આજથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમ, ATMથી લઇને UPI યુઝર્સને સીધી અસર, જાણો વિગત

1 ફેબ્રુઆરી, 2025 થી, દેશમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિયમોમાં ફેરફારો થયા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. ચાલો જાણીએ આ મોટા ફેરફારો વિશે.

ફેબ્રુઆરી 2025 ની શરૂઆત સાથે, દેશમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થયા છે. ATM રોકડ ઉપાડ, UPI ટ્રાન્ઝેક્શન, બેંકિંગ નિયમો, ગેસ સિલિન્ડરના ભાવ અને કારના ભાવ સંબંધિત નવા નિયમો 1 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યા છે. આ ઉપરાંત, આજે કેન્દ્રીય બજેટ (Budget 2025) પણ રજૂ કરવામાં આવશે, જેમાં સામાન્ય જનતાને ઘણી મહત્ત્વપૂર્ણ જાહેરાતો સાંભળવા મળી શકે છે. ચાલો જાણીએ તે 5 મોટા ફેરફારો વિશે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.

ATM માંથી પૈસા ઉપાડવા થયા મોંઘા

બેંકોએ ATM માંથી રોકડ ઉપાડના ચાર્જમાં ફેરફાર કર્યો છે. હવે મહિનામાં ફક્ત 3 વાર જ ATM માંથી ફ્રીમાં પૈસા ઉપાડી શકાશે. આ પછી, દરેક ટ્રાન્ઝેક્શન પર ફી લેવામાં આવશે. પોતાની બેંકના ATMમાંથી રોકડ ઉપાડવા માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹25નો ખર્ચ થશે (જે પહેલાં ₹20 હતો), બીજી બેંકના ATMમાંથી રોકડ ઉપાડવા માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹30નો ખર્ચ થશે. એક દિવસમાં મહત્તમ રોકડ ઉપાડ મર્યાદા ₹ 50,000 નક્કી કરવામાં આવી છે.

UPI ટ્રાન્ઝેક્શનમાં મોટો ફેરફાર

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI યૂઝર્સ માટે નવા નિયમો લાગુ કર્યા છે. હવે ટ્રાન્ઝેક્શન ID માં સ્પેશિયલ કેરેક્ટર્સ (@, #, $, ) નો ઉપયોગ નહીં કરી શકાય. યૂઝર્સ માટે માત્ર આલ્ફાન્યૂમેરિક (એટલે ​​કે a-z અને 0-9) વાળું ID જ માન્ય રહેશે. જો ટ્રાન્ઝેક્શન ID માં સ્પેશિયલ કેરેક્ટર્સ હશે, તો પેમેન્ટ ફેલ થઈ જશે.

બેંકિંગ નિયમોમાં ફેરફાર: મિનિમમ બેલેન્સ અને વ્યાજ દરોમાં સુધારો

બેંકના નવા નિયમોની વાત કરીએ તો, સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. SBI, PNB અને અન્ય બેંકોએ વ્યાજ દર 3% થી વધારીને 3.5% કરી દીધો છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને 0.5% વધારાનું વ્યાજ મળશે. આ ઉપરાંત, મિનિમમ બેલેન્સ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. SBIમાં હવે મિનિમમ બેલેન્સ ₹5000 (પહેલાં ₹3000 હતું), PNBમાં મિનિમમ બેલેન્સ ₹3500 (પહેલાં ₹1000 હતું) અને કેનેરા બેંકમાં મિનિમમ બેલેન્સ ₹2500 (પહેલાં ₹1000 હતું) કરી દીધું છે. જો એકાઉન્ટ હોલ્ડર્સ આ મિનિમમ રકમ કરતા ઓછું બેલેન્સ રાખે છે, તો તેમણે પેનલ્ટી ચાર્જ આપવો પડશે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડર થયા સસ્તા

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹7નો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સતત બીજો મહિનો છે જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. 1 ફેબ્રુઆરી 2025 થી અમલમાં આવેલા નવા દર મુજબ, 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ 1797 રૂપિયા થઈ ગયો છે.

મારુતિ સુઝુકીની ગાડીઓ થઈ મોંઘી

મારુતિ સુઝુકી ઇન્ડિયા (MSIL) એ 1 ફેબ્રુઆરીથી તેના વાહનોના ભાવમાં વધારો કર્યો છે. મારુતિ કારના ભાવમાં 32,500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જે મોડેલોના ભાવ વધશે તેમાં અલ્ટો K10, વેગન આર, સ્વિફ્ટ, ડિઝાયર, બ્રેઝા, બલેનો, સિયાઝ, XL6, ફ્રોન્ક્સ, જિમ્ની, ગ્રાન્ડ વિટારા વગેરેનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE