હવામાનમાં પલટો આવશે, વાદળછાયું વાતાવરણ સર્જાશે, જાણો હવામાનથી લઇને પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતમાં હાલ વાતાવરણમાં થોડા થોડા દિવસે બદલાવ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો તો થોડા દિવસ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લઘુત્તમ તાપમાનમાં સતત વધઘટને કારણે લોકોને શરદી, ખાંસીની બીમારી વધી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસમાં ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા માવઠા કે વરસાદની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી. હવામાન ડ્રાય રહેવાની આગાહી છે. હવામાન વિભાગે આપેલા લઘુત્તમ આંકડા પ્રમાણે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 12.8 ડિગ્રી નોંધાયું છે. આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

જિલ્લાઓમાં તાપમાન

આ સાથે ગુજરાતમાં સૌથી ઓછા તાપમાનની વાત કરીએ તો, નલિયામાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે ડીસામાં 10.6 ડિગ્રી, રાજકોટમાં 10.9 ડિગ્રી, પોરબંદરમાં 11.9 ડિગ્રી, ગાંધીનગરમાં 12.8, અમદાવાદમાં 16 ડિગ્રી અને સુરતમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, “28 તારીખ સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે. હમણાં ઝાકળની કોઈ શક્યતાઓ દેખાતી નથી. આવનારા સમયમાં ઝાકળનો એક રાઉન્ડ આવશે. આ રાઉન્ડ 28 તારીખથી ચાલુ થઈ શકે છે. તે એટલા માટે કે અત્યારે જે ઉત્તરના પવનો છે, તેની દિશા બદલાશે. 28 તારીખથી હવામાનમાં પલટો આવશે. 28 તારીખથી 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં પલટો રહેવાનો છે. જેમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. 28થી 31 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE