પશ્ચિમ બંગાળમાં સરકારી બસોના રંગમાં ફેરફારની ચર્ચા, નવી ડિઝાઇનની બસો માર્ગ પર ઉતરી

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સરકારી બસોના રંગને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. રાજ્યમાં નવી ડિઝાઇન અને નવા રંગની કેટલીક સરકારી બસો માર્ગ પર ઉતરતાં રાજકીય વર્તુળો અને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

અગાઉ ડાબેરી સરકારના કાર્યકાળ દરમિયાન રાજ્ય પરિવહનની બસો મુખ્યત્વે લાલ રંગમાં જોવા મળતી હતી. ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસ સરકાર દરમિયાન બસોના રંગમાં ફેરફાર કરીને વાદળી અને સફેદ રંગને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

હવે કેટલીક સરકારી બસો કેસરીયા (ભગવા) રંગમાં જોવા મળતાં રાજ્યમાં બસોના રંગમાં વ્યાપક ફેરફાર થવાની અટકળોએ જોર પકડ્યું છે. જોકે, તમામ સરકારી બસોના રંગ બદલવામાં આવશે કે નહીં તે અંગે રાજ્ય સરકાર અથવા પરિવહન વિભાગ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

બસોના નવા રંગને લઈને રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. એક તરફ સમર્થકો તેને નવી ઓળખ તરીકે જોઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ વિરોધ પક્ષ આ મુદ્દે પ્રશ્નો ઉઠાવી રહ્યો છે.

પરિવહન વિભાગ તરફથી સત્તાવાર સ્પષ્ટતા બાદ જ બસોના રંગમાં ફેરફાર અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE