જ્યારે કરીના હતી પાર્ટીમાં, અને સૈફ પર થયો છરીથી એટેક, કરાઇ સર્જરી, કંઇક આવો હતો હુમલા દરમ્યાનનો ઘરનો માહોલ

Saif Ali Khan Attack : રાત્રે 2 વાગ્યા આસપાસ એક ઈસમ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો અને પહેલા મેડ અને પછી અભિનેતા પર કર્યા ચાકુથી વાર, સૈફ અલી ખાનને માથામાં, ગળામાં અને પીઠ પર ઇજાઓ પહોંચી હોઇ તેની સર્જરી પણ કરવામાં આવી

Saif Ali Khan Attack : બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ ગઇકાલે મધરાત્રે બૉલીવુડના નવાબ સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો થયો હતો. મધરાતે કોઈ અજાણ્યો ઈસમ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો અને તેણે ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. જે બાદમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સૈફ અલી ખાનને તાત્કાલિક મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ મળતી માહિતી મુજબ સૈફ અલી ખાનને માથામાં, ગળામાં અને પીઠ પર ઇજાઓ પહોંચી હોઇ તેની સર્જરી પણ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે સૈફ અલી ખાને પોતાના પર થયેલ હુમલાની પુષ્ટિ કરતાં કહ્યુ કે, હુમલો થયો છે, તમે શાંતિ જાળવી રાખો. આ સાથે જણાવ્યું કે,તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હવે તે સંપૂર્ણપણે ખતરાની બહાર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE