દેશભક્તના સંભારણા! આ જગ્યાએ બનશે મનમોહન સિંહનું સ્મારક! કેન્દ્ર સરકારે પરિવારને આપ્યા વિકલ્પ

દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના રાષ્ટ્રીય સ્મારક બનાવાને લઈને કેન્દ્ર સરકારે તેમના પરિવારને કેટલાક વિકલ્પો આપ્યાં છે.

ભારત સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પરિવારને તેમના સ્મારકને લઈને કેટલાક વિકલ્પો આપ્યા છે. આ વિકલ્પોમાં નેશનલ મેમોરિયલ સાઇટ સહિત અન્ય કેટલાક સ્થળોના નામનો સમાવેશ થાય છે, જ્યાં તેમનું સ્મારક બનાવવામાં આવે તેવી શક્યતા છે.

મનમોહન સ્મારક માટે દોઢ એકર જમીન

કેન્દ્ર સરકારે પરિવારને આપેલા વિકલ્પોમાંથી એક જગ્યા પસંદ કરવાનું કહ્યું છે. જેથી સ્મારકનું કામ શરૂ થઈ શકે. જો કે આ માટે પહેલા ટ્રસ્ટ બનાવવું જરૂરી છે. નવી પોલિસી અનુસાર જમીન માત્ર ટ્રસ્ટને જ ફાળવી શકાશે. ટ્રસ્ટની રચના થયા બાદ જ સ્મારકનું નિર્માણ કાર્ય શરૂ કરી શકાશે. ટ્રસ્ટ સ્મારકની જમીન માટે અરજી કરશે. જમીનની ફાળવણી પછી, CPWD સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મનમોહન સિંહના સ્મારક માટે રાજઘાટ, રાષ્ટ્રીય સ્મારક અથવા કિસાન ઘાટ પાસે એકથી દોઢ એકર જમીન આપી શકાય છે.

સ્મારકની જગ્યા પસંદ બાદ ટ્રસ્ટની રચના

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પરિવાર દ્વારા સ્મારકની જગ્યા પસંદ કર્યા બાદ ટ્રસ્ટની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ ટ્રસ્ટ સ્મારક નિર્માણના આયોજન અને ત્યારપછીની તમામ પ્રવૃત્તિઓની દેખરેખ રાખશે. પરિવારે હજુ સુધી કોઈ ચોક્કસ સ્થળ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

નેહરુ-ગાંધી પરિવારના નેતાઓની સમાધિ પાસે બની શકે સમાધિ

શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓએ સ્મારક માટે રાજઘાટ અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી છે. એવી પણ શક્યતા છે કે નેહરુ-ગાંધી પરિવારના નેતાઓની સમાધિ પાસે ડૉ.મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા આપવામાં આવે. અહીં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સંજય ગાંધીની સમાધિઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE