મંગેતર સાથે ફોનમાં બોલાચાલી થતાં હોસ્ટેલના રૂમમાં યુવાનનો આપઘાત

મહીસાગર પંથકનો યુવક 4 દિવસ પહેલાં જ પિતા સાથે રાજકોટમાં કામે આવ્યો હતો

શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાં ચાર દિવસ પહેલા જ રહેવા આવેલા યુવાને મંગેતર સાથે ફોનમાં બોલાચાલી થતાં હોસ્ટેલનાં રૂમમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મુળ મહીસાગર પંથકનો યુવક ચાર દિવસ પહેલા જ પિતા સાથે રાજકોટમાં કામે આવ્યો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત મુજબ, મુળ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખાનપુર ગામનો વતની અને છેલ્લા ચાર દિવસથી રાજકોટમાં સદર બજાર પોલીસ ચોકી નજીક આવેલી રાધે હોસ્પિટલમાં પિતા સાથે રહેતા કેશવ દલપતરામ માલીવાડ (ઉ.23) નામના યુવાને હોસ્ટેલનાં રૂમમાં છતના હુક સાથે પ્લાસ્ટીકની પટ્ટી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક કેશવ તેના પિતા દલપતભાઈ માલીવાડ સાથે ચાર દિવસ પહેલા જ તેના ગામથી અહિં હોટલમાં કામ કરવા માટે આવ્યો હતો અને હોસ્ટેલના રૂમમાં રહેતો હતો.

આજે બપોર સુધી હોટલ પર કામે ન પહોંચતાં તેના પિતા હોસ્ટેલે જોવા ગયા ત્યારે રૂમમાં પુત્રનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ તપાસમાં આપઘાત કરનાર કેશવ બે ભાઈ એક બહેનમાં નાનો હતો. તેની સગાઈ તેના વતન નજીકના ગામની યુવતી સાથે થયા હતાં. બે દિવસથી કેશવ અને તેની મંગેતર વચ્ચે ફોનમાં કોઈ બાબતે બોલાચાલી ચાલતી હોય આજે પણ મંગેતર સાથે ફોનમાં ઝઘડો થયા બાદ કેશવે આ પગલું ભરી લીધાનું તેના પિતાએ જણાવ્યું હતું. યુવાન પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE