ગોબરાવેળા કરનાર વધુ છ દુકાનો સીલ

ભાવનગર રોડ અને સરવૈયા હોલ પાસે પર્યાવરણ વિભાગનું સઘન ચેકિંગ

મનપાના પર્યાવરણ વિભાગ દ્વારા ગંદકી અંતર્ગત કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ગઈકાલે ભાવનગર રોડ અને સરવૈયા હોલ પાસે અગાઉ તાકીદ કરવા છતાં ગંદકી કરવા સબબ ચા-પાનની છ દુકાનો સીલ કરવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં મોહનભાઈ સરવૈયા હોલ પાસે આવેલ (1) શ્રી શક્તિ ટી સ્ટોલ, (2) ઠાકર પાન એન્ડ કોલ્ડ્રીંકસ, (3) ખેતલાઆપા પાન એન્ડ ટી સ્ટોલ, (4) બાબા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, (5) જયશ્રી ચામુંડા પાન એન્ડ કોલ્ડ્રીંકસ તથા ભાવનગર રોડ પર આવેલ (6) શક્તિ ટી સ્ટોલ સીલ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ.

આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.03/09/2024ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી તા.03/09/2024ના રોજ સાંજે શ્રી શક્તિ ટી સ્ટોલ, ઠાકર પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ખેતલાઆપા પાન એન્ડ ટી સ્ટોલ, બાબા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, જયશ્રી ચામુંડા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, શક્તિ ટી સ્ટોલ સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ 1949ની કલમ 376 એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE