બગસરાથી રાજકોટ જતી તમામ બસો બે દિવસથી બંધ કરતા લોકો હેરાન પરેશાન

હાલમાં વર્ષી રહેલ વરસાદના પગલે બગસરા થી રાજકોટ તેમજ બગસરા થી જામનગર જતી તમામ બસો બંધ કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય ડેપો ની તમામ બસો રાજકોટ તેમજ જામનગર તરફ જવામાં કોય પણ પ્રકારનો વ્યવહાર નડતો નથી ત્યારે ફક્ત બગસરા ડેપોને જ રસ્તા ખરાબ અને પાણી ભરાય છે તેમ કહી અહીંયા થી ઉપડતી બસો બંધ કરી દેવામાં આવી હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

જ્યારે હાલમાં જ સાતમ આઠમ નું વેકેશન ખૂલ્યું છે જેના હિસાબે વિદ્યાર્થીઓને પરત મૂકવા વાલીઓ જવું હોય છે તેવામાં બસો બંધ કરી દેતા લોકો પરેશાનીમાં મુકાઈ ગયા છે. જ્યારે અન્ય ડેપો જેવોકે ધારી ડેપો તેમજ રાજુલા ડેપો ને પણ રાજકોટ કે જામનગર જવામાં રસ્તો નડતો નથી ધારી ડેપો દ્વારા ધારી રાજકોટ તેમજ રાજુલા ડેપો દ્વારા રાજુલા જામનગર જેવી બસો વાયા બગસરા થઈ ને જ જતી હોય છે ત્યારે શું આ બસો ને પાણી કે રસ્તો નડતો નથી કે ફક્ત બગસરા ડેપો ની જ બસો પાણી માં તણાય જાય છે આવા અનેક પ્રકારના સવાલો લોકો ઉઠી રહ્યાં છે તેમજ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે તત્કાલ બગસરા થી રાજકોટ જતી તેમજ જામનગર જતી તમામ રૂૂટો ચાલુ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE