જૈનાઆર્ય પૂ.શ્રી.જયશેખર સુરિશ્વરજી મ.આદિની નિશ્રામાં ગાંધીગ્રામ જૈન સંઘના ઉપક્રમે જિનાલયની સાલગીરી ઉજવાશે

તા.1લીના સોમવારે શ્રી ગાંધીધામ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘના આંગણે જિનાલયની વર્ષગાંઠ જિનશાસન પ્રભાવક આચાર્ય ભગવંત પૂ.શ્રી જયશેખર સુરિશ્ર્વરજી મહારાજ આદિઠાણા તથા સાધ્વીજી ભગવંત શ્રી રત્ન ચૂલાશ્રીજીમ.આદિઠાણા-10ની પાવન નિશ્રામાં ઉજવાશે. તા.1લીના સોમવારના સવારે નવ કલાકે પૂજયગુરુભગવંતોની પાવન નિશ્રામાં ધજારોહણ કરાશે ત્યારબાદ નવકારશીનું આયોજન રજપૂત સમાજની વાડી, વિતરણ સોસાયટી નજીક 150 ફુટ રીંગ રોડ, નાણાવટી ચોક પાસે કરવામાં આવેલ છે. નવકારશીના લાભાર્થી સત્યપુન પરિવારના પુનમબેન માલરે તથા અન્ય લાભાર્થીઓમાં ભાવિકાબેન મહેતા પરિવાર આશાબેન શાહ પરિવાર, કુસુમબેન કોઠારી પરિવાર, મંજુલાબેન દોશી પરિવાર તથા સ્વ.મહેન્દ્રભાઈ વોરા પરિવાર છે તેમ યાદીમાં જણાવાયું છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE