મોરબી: મોરબીના મત્સ્યૌદ્યોગ અધિક્ષક (વર્ગ-2) ખોડાભાઈ રામાણીને ₹50 હજારની લાંચ સ્વીકારતા ભાવનગર ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ફરિયાદીના ત્રણ ટેન્ડર મંજૂર થયા બાદ વર્ક ઓર્ડર આપવા તેમજ જૂના ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) પરત કરવા બદલ અધિકારીએ ₹1 લાખની લાંચની માંગ કરી હતી. બાદમાં સોદો ₹50 હજાર પર નક્કી થતાં ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો.
ભાવનગર ACBની ટીમે હોસ્પિટલ ચોક નજીક ટ્રેપ ગોઠવી અધિકારીને લાંચની રકમ સ્વીકારતા જ ઝડપી લીધો હતો.
આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Post Views: 0











