જન્મદિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા શ્રી સોમનાથ મહાદેવના વર્ચ્યુઅલ દર્શન, મહાપૂજામાં જોડાઈ રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના જન્મદિવસના પાવન અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના વર્ચ્યુઅલ દર્શન કરીને વિશેષ મહાપૂજામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સોમનાથ મંદિર ટ્રસ્ટના પૂજારીશ્રીઓએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન સોમનાથનો રૂદ્રાભિષેક અને વિશેષ પૂજન સંપન્ન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ભગવાન સોમનાથના ચરણોમાં રાજ્યના સર્વાંગી વિકાસ, સુખ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના અર્પી હતી.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમનાથ ખાતે શરૂ કરાયેલા ‘સ્વાભિમાન પર્વ’ વિશેષ મહાપૂજા અભિયાન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉથી પોતાનું નોંધણી કરાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ મહાપૂજામાં જોડાવા ઉપરાંત આગામી સમયમાં વ્યક્તિગત રીતે સોમનાથ મંદિર ખાતે પહોંચી ભગવાન સોમનાથના દર્શન અને પૂજન કરવાની ભાવના પણ વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE