ગોંડલમાં ₹2.84 લાખના ગાંજા સાથે રીઢો આરોપી ઝડપાયો: ગ્રામ્ય એસઓજીએ દરોડા દરમિયાન NDPS કેસ નોંધ્યો

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સફળ દરોડો પાડી ₹2.84 લાખથી વધુ કિંમતનો 5.540 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમિયાન એક રીઢા આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ NDPS Act હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલી આવાસ યોજના, બ્લોક નં. R-09 ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પ્લાસ્ટિકના કોથળામાં છુપાવી રાખેલો 5 કિલો 540 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી એક મોબાઇલ ફોન સહિત કુલ ₹2,84,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીની ઓળખ ઇસમાઈલ ઉર્ફે લાલો સૈયદ ઇબ્રાહીમભાઈ સુમરા તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ આટકોટ, ગોંડલ સિટી, રાજકોટ DCB, સુનગર અને વીંછિયા પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન, ભારતીય દંડ સંહિતા (IPC) તથા NDPS Act હેઠળના અનેક ગુનાઓ નોંધાયેલા છે.

આ સમગ્ર કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઈ એ.જે. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.જે. આલા, પીએસઆઈ પી.બી. મિશ્રા તેમજ એસઓજીની ટીમે સંયુક્ત રીતે હાથ ધરી હતી.

પોલીસે આરોપી સામે NDPS Actની કલમ 8(C), 20(B)(2)(B) અને 29 હેઠળ ગુનો નોંધી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય થવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE