પીએમ મોદીના આશીર્વાદ લેવા પહોંચી અભિનેત્રી ખુશ્બૂ સુંદર: મોટી દીકરીના લગ્નનું આપ્યું આમંત્રણ, દિલ્હીથી તસવીરો વાયરલ

અભિનેત્રી અને ભાજપ નેતા ખુશ્બૂ સુંદરે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લીધી છે. દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય ખાતે યોજાયેલી આ મુલાકાત દરમિયાન તેમણે પોતાની પુત્રીના લગ્નનું કંકોતરી (નિમંત્રણ પત્ર) વડાપ્રધાનને અર્પણ કર્યું હતું. આ ખાસ ક્ષણોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને તેમણે વડાપ્રધાનનો આભાર પણ માન્યો છે.

શુક્રવારે ખુશ્બૂ સુંદર તેમના પરિવાર અને પતિ સુંદર સી. સાથે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે પોતાની મોટી પુત્રી અવંતિકાના લગ્નનું કાર્ડ વડાપ્રધાનને આપ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર આ મુલાકાતની તસવીરો શેર કરતા ખુશ્બૂ સુંદરે લખ્યું કે, દિલ્હીમાં ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાથે મુલાકાત કરવી એ અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. મેં અને મારા પતિ સુંદર સીએ અમારી પુત્રીના લગ્ન માટે વડાપ્રધાનજીને આમંત્રિત કર્યા છે. તેમણે પણ પુત્રી અને જમાઈને પોતાના આશીર્વાદ આપ્યા છે. પોતાના અત્યંત વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય ફાળવવા બદલ અમે વડાપ્રધાનજીના હૃદયપૂર્વક આભારી છીએ.

ખુશ્બૂ સુંદર દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો તેમજ અસંખ્ય ચાહકો આ પોસ્ટને લાઈક કરી રહ્યા છે અને તેમની પુત્રીને આગામી લગ્નજીવન માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વર્ષ 2024માં તેમની તમિલ હોરર-કોમેડી ફિલ્મ ‘અરનમનઈ 4’ રિલીઝ થઈ હતી, જેનું નિર્માણ તેમણે પોતાના બેનર અવનિ સિનેમેક્સ હેઠળ કર્યું હતું. આ સિવાય તેઓ વર્ષ 2025માં આવેલી તમિલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘નેસિપ્પાયા’માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. અભિનયની સાથે સાથે ખુશ્બૂ સુંદર રાજકારણમાં પણ સક્રિય છે અને હાલમાં તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા છે.

Leave a Comment

READ MORE

READ MORE