રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ભાયલા બ્રિજ પર આજે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ભબકી ઉઠતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ઘટનાસ્થળ નજીક તહેનાત ૧૧૨ (EMRS) ની પોલીસ ટીમે દર્શાવેલી ત્વરિત સમયસૂચકતા અને કામગીરીને કારણે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
કેરાળા બ્રિજ પર ફરજ પર રહેલી ૧૧૨ ની PCR-૧ ટીમે બસમાંથી આગના ગોટા નીકળતા જોઈ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે પહોંચીને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડને પાચારવામાં આવતા જવાનોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
મુખ્ય વિગતો અને રેસ્ક્યૂ કામગીરી:
-
૧૧૨ ની ટીમે બચાવ્યા જીવ: ઘટના સમયે નજીકમાં જ હાજર પોલીસ ટીમે તાત્કાલિક બસમાંથી મુસાફરોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
-
આગ પર કાબૂ અને ટ્રાફિક વ્યવસ્થા: ‘એલબી ટેક્સ’ની ફાયર ફાઈટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી હતી, જ્યારે પોલીસે હાઇવે પર ટ્રાફિક ડાયવર્ટ કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
-
જાનહાની ટળી: સમયસર રેસ્ક્યૂ કામગીરી થવાના કારણે આ ભયાનક બનાવમાં કોઈ પણ જાનહાની થવા પામી નથી.
પોલીસ અને ફાયર બ્રિગેડની સંયુક્ત ત્વરિત કામગીરીથી હાઇવે પર મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
Post Views: 12











