યાત્રીગણ કૃપયા ધ્યાન દે! અમદાવાદ રેલવે સ્ટેશન જતાં પહેલાં વાંચી લો આ સમાચાર, આગામી 3 મહિના બદલાયો આ ટ્રેનનો રૂટ!

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને પુનઃવિકાસનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કામગીરીને કારણે પ્લેટફોર્મની મર્યાદિત ઉપલબ્ધતા ઊભી થતાં ટ્રેનોના સંચાલનમાં જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ વ્યવસ્થાના ભાગરૂપે મુસાફરોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેના હેઠળ દૈનિક એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજમાં અસ્થાયી બદલાવ કરાયો છે.

જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદને બદલે સાબરમતી રોકાશે

  • સ્ટોપેજમાં ફેરફાર: ટ્રેન નંબર 20495/20496 જોધપુર-હડપસર-જોધપુર દૈનિક એક્સપ્રેસનું અમદાવાદ સ્ટેશન પરનું સ્ટોપેજ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે.

  • નવું સ્ટેશન: આ ટ્રેન હવે અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર રોકાશે. અમદાવાદ શહેર અને આસપાસના મુસાફરોએ બોર્ડિંગ અને ડી-બોર્ડિંગ માટે સાબરમતી સ્ટેશનનો ઉપયોગ કરવાનો રહેશે.

21 ઓગસ્ટથી 21 નવેમ્બર 2026 સુધી લાગુ રહેશે નવો નિયમ

આ અસ્થાયી વ્યવસ્થા આગામી 3 મહિના એટલે કે 21 ઓગસ્ટ 2026 થી 21 નવેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન મુસાફરોએ સાબરમતી સ્ટેશન પરથી જ ટ્રેન પકડવાની રહેશે જેથી છેલ્લી ઘડીએ કોઈ હાલાકી કે ટ્રેન છૂટી જવાની મુશ્કેલી ન સર્જાય.

રેલવે પ્રશાસનની મુસાફરોને ખાસ અપીલ

પશ્ચિમ રેલવેએ તમામ યાત્રીઓને વિનંતી કરી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન કરતા પહેલા ટ્રેનના સમય અને સ્ટોપેજ અંગેની વિગતો ચકાસી લે. વધુ માહિતી અને સમયપત્રક માટે મુસાફરો ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે અથવા NTES એપ પરથી ચકાસણી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE