અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ કરવામાં આવતા LIG (લો ઇનકમ ગ્રુપ) અને EWS (ઇકોનોમિકલી વિકર સેક્શન) આવાસ યોજનાના અરજદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ફોર્મ ભરતી વખતે કેટેગરીમાં થયેલી ભૂલોને કારણે ડ્રોમાં નામ આવ્યા પછી પણ મકાન ગુમાવવું પડતું હતું. આ સમસ્યાના નિવારણ માટે AMC તંત્રએ ડ્રો પહેલાં જ કેટેગરીમાં સુધારો કરવાની વિશેષ તક આપી છે.
10% અરજદારોની કેટેગરીમાં ભૂલો, SMS દ્વારા કરાશે જાણ
-
ભૂલો સુધારવા ઝુંબેશ: છેલ્લાં 10 વર્ષમાં બનેલા 30,000 થી વધુ આવાસોમાં ટેકનિકલ કે માનવસહજ ભૂલને કારણે આશરે 10% અરજદારોની કેટેગરી ખોટી નોંધાઈ હતી.
-
SMSથી સૂચના: AMC દ્વારા તમામ અરજદારોને SMS મોકલીને પોતાની કેટેગરી ચકાસી લેવા જણાવાશે.
ગીતામંદિર ખાતે 10 દિવસમાં સુધારો કરાવી શકાશે
જો કોઈ અરજદારની કેટેગરીમાં સુધારો કરવાનો હોય, તો તેઓ આગામી 10 દિવસ સુધી ગીતામંદિર ખાતે આવેલા સેન્ટર પર જઈને જરૂરી આધાર-પુરાવા સાથે કેટેગરી ચેન્જ કરાવી શકશે. આ પગલાથી લાભાર્થીઓના ડ્રોમાં મકાન રદ થવાનું જોખમ ટળશે.
યોજનાની મુખ્ય વિગતો
-
કુલ મકાનો: 7,825
-
આવેલી અરજીઓ: 97,190
-
લોકાર્પણ: આગામી 2 મહિનામાં મકાનોનું લોકાર્પણ કરી સફળ લાભાર્થીઓને ઘરની ચાવી સોંપવામાં આવશે.
ડ્રો પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રહે અને સાચા હકદારને જ આવાસ મળે તે માટે તંત્ર દ્વારા ડ્રો યોજાય તે અગાઉ જ આ મહત્ત્વપૂર્ણ સુધારા કવાયત હાથ ધરવામાં આવી છે.
Post Views: 0










