રિયલ એસ્ટેટ કૌભાંડમાં રૂ. 129.80 કરોડની મિલકતો EDએ ટાંચમાં લીધી

અમદાવાદ: અમદાવાદમાં મિલકત ખરીદનારાઓ અને રોકાણકારો સાથે કથિત રીતે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અમદાવાદ ઝોનલ કાર્યાલયે મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDએ રોનક રવજીભાઈ સોનાણી, વિપુલભાઈ ગોરધનભાઈ ગાંગાણી, મેસર્સ કેશવ નારાયણ ગ્રુપ તથા અન્ય સંકળાયેલા લોકો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કાર્યવાહી કરી રૂ. 129.80 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો કામચલાઉ ધોરણે ટાંચમાં લેવાનો હુકમ કર્યો હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

EDની તપાસ મુજબ, આરોપીઓએ વિવિધ રિયલ એસ્ટેટ યોજનાઓમાં આકર્ષક ભાવે ફ્લેટ અને દુકાનો આપવાની ઓફર કરી હતી. આ યોજનાઓમાં રોકાણ કરનારાઓને 54 ટકાથી લઈને 100 ટકા સુધીના વળતરની લાલચ આપવામાં આવી હોવાનો તપાસમાં ઉલ્લેખ છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, કેટલીક યોજનાઓ માટે રેરા રજિસ્ટ્રેશન અને જમીનનું નોન-એગ્રીકલ્ચરલ (NA) રૂપાંતરણ પૂર્ણ કર્યા વિના જ ગ્રાહકો પાસેથી નાણાં એકત્ર કરવામાં આવ્યા હતા.

છારોડીની યોજનામાં આશરે 250 રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવ્યાનો આક્ષેપ

EDના જણાવ્યા મુજબ, છારોડીની એક રિયલ એસ્ટેટ યોજનામાં આશરે 250 હોમબાયર્સ અને રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ નાણાં અન્ય વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનો તપાસમાં દાવો કરવામાં આવ્યો છે.

આ જ રીતે ‘અક્ષર અંતાણી’ નામની યોજનામાં આશરે 44 ખરીદદારો પાસેથી મોટી રકમ લેવામાં આવી હતી. નાણાં પ્રાપ્ત થયા બાદ યોજના બંધ કરી દેવામાં આવી હોવાનો પણ તપાસમાં ઉલ્લેખ છે.

જમીનના હસ્તાંતરણ અને ડમી દસ્તાવેજોની પણ તપાસ

EDની તપાસમાં કથિત રીતે એવું પણ સામે આવ્યું છે કે રોકાણકારો પાસેથી નાણાં મેળવ્યા બાદ કેટલીક મિલકતો અન્ય વ્યક્તિઓના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, કેટલીક જમીનો પૂરવ રમેશચંદ્ર પટેલ, દિપરાજવીરસિંહ વિક્રમસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ પ્રધુમનસિંહ ચુડાસમા તથા અન્યના નામે કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ડમી સેલ ડીડ, ખોટા પેમેન્ટના દસ્તાવેજો તથા મિલકતો તૃતીય પક્ષને ટ્રાન્સફર કરવાના વ્યવહારો અંગે પણ વિગતો સામે આવી હોવાનું EDએ જણાવ્યું છે.

નવરંગપુરા, બોપલ અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં FIR

આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસના આધારે નવરંગપુરા, બોપલ અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કુલ પાંચ FIR નોંધાઈ હોવાનું જણાવાયું છે. આ FIRને આધારે EDએ નાણાંના સ્ત્રોત, મિલકતોની ખરીદી તથા નાણાંના કથિત હેરફેર અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

કડી તાલુકાથી શેલા સુધીની મિલકતો ટાંચમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE