4.72 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ખુશખબર: CM ભૂપેન્દ્ર પટેલે ₹646 કરોડથી વધુની શિષ્યવૃત્તિ કરી ટ્રાન્સફર, નમો લક્ષ્મી અને MYSY જેવી યોજનાઓનો મળશે લાભ

ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 4,72,260 થી વધુ વિદ્યાર્થીઓને કુલ ₹646 કરોડથી વધુની શિષ્યવૃત્તિ અને આર્થિક સહાયનું ડીબીટી (DBT) મારફતે સીધું બેંક ખાતામાં વિતરણ કરવામાં આવ્યું છે.

આ મુખ્ય યોજનાઓ હેઠળ મળશે સહાય

  • નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના: દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિજ્ઞાન પ્રવાહ (Science Stream) તરફ વિદ્યાર્થીઓનો રસ વધારવા આ યોજનાઓ હેઠળ રકમ ટ્રાન્સફર કરાઈ.

  • વિજ્ઞાન સાધના, MYSY અને SSIP 2.0: ઉચ્ચ શિક્ષણ તેમજ ટેકનિકલ અભ્યાસક્રમો સાથે જોડાયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ (MYSY) અને ‘SSIP 2.0’ હેઠળ પ્રોત્સાહક ચેક અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.

‘શિક્ષણ વગર હવે ચાલે તેમ નથી’ – CM ભૂપેન્દ્ર પટેલ

કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા મુખ્યમંત્રીએ વાલીઓ અને શિક્ષકોને મહત્વનો સંદેશ આપ્યો હતો:

“ગુજરાતીઓમાં બિઝનેસ માઇન્ડસેટ છે, પરંતુ ‘થોડું ભણીને આગળ જોઈ લઈશું’ એવી જૂની માનસિકતા હવે બદલવી પડશે. આજના સમયમાં યોગ્ય શિક્ષણ મેળવ્યા વિના આગળ વધવું અશક્ય છે.”

તેમણે ઉમેર્યું કે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે યુવાધનને શિક્ષિત બનાવવું અત્યંત જરૂરી છે. સરકારના સતત પ્રયાસોથી ડ્રોપઆઉટ રેટમાં મોટો ઘટાડો થયો છે અને બાળકો ફરી શાળા તરફ વળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE