વાપીના છીરી વિસ્તારમાં સિનિયર સિટીઝનનું ATM કાર્ડ બદલીને રૂપિયા ઉપાડી લેવાની ચોંકાવનારી ઘટનાનો ડુંગરા પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. મદદ કરવાના બહાને વડીલોને નિશાન બનાવતી કુખ્યાત ગેંગના મુખ્ય આરોપીને પોલીસે મહારાષ્ટ્રના નાલાસોપારાથી ઝડપી પાડ્યો છે.
5 જુલાઈએ બની હતી રૂ. 72 હજારની ઠગાઈની ઘટના
-
મદદના બહાને ખેલ: છીરી વિસ્તારના રામ સ્વારથ ભારદ્વાજ નામના વડીલ HDFC બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા ગયા હતા. આ દરમિયાન બે અજાણ્યા શખ્સોએ મદદના બહાને તેમનો PIN નંબર જાણી લીધો હતો.
-
કાર્ડ બદલી નાખ્યું: ચાલાકીથી નજર ચૂકવીને આરોપીઓએ વડીલનું કાર્ડ બદલી બીજું કાર્ડ પકડાવી દીધું હતું. ત્યારબાદ તેમના ખાતામાંથી ₹72,000 થી વધુની રકમ ઉપાડી ફરાર થઈ ગયા હતા.
મહારાષ્ટ્રમાંથી દબોચાયો આરોપી, સાગરીત વોન્ટેડ
CCTV ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી:
-
ધરપકડ: પોલીસે મહારાષ્ટ્રના નાલાસોપારા ખાતે દરોડો પાડી મુખ્ય આરોપી રોહિત મૃદુલકુમાર પાંડેને ઝડપી લીધો છે.
-
વોન્ટેડ આરોપી: તેનો સાગરીત શ્રીકાંત મિશ્રા હાલ પકડ બહાર હોય પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
-
મોડસ ઓપરેન્ડી: આરોપીઓ ખાસ કરીને વડીલોને લક્ષ્ય બનાવી ATM કેબિનમાં મદદ કરવાના બહાને કાર્ડ બદલી લેતા હતા અને મોટા શોરૂમમાં ખરીદી કે રોકડ ઉપાડી લેતા હતા. બંને સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 10 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે.










