સોમનાથ ખાતે શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન-3ની પ્રથમ બેઠક યોજાઈ, સમાજના છેવાડાના પરિવારો સુધી પહોંચવાનો સંકલ્પ

ગીર સોમનાથ (સોમનાથ): વિશ્વમાં વસતા લોહાણા સમાજની માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના વિશ્વયક પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર ઝોન-3ના પ્રમુખ તરીકે પાર્થભાઈ ગીરીશભાઈ કોટેચાની વરણી બાદ પ્રથમ બેઠક સોમનાથ ખાતે યોજાઈ હતી. ભરતભાઈ ચોલેરાની હોટલ આદિત્ય સોમનાથ ખાતે સ્થાનિક મહાજનના હોદ્દેદારોના યજમાનપદે યોજાયેલી આ બેઠકમાં સમાજના વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી.

બેઠકનો મુખ્ય ઉદ્દેશ સમાજના છેવાડાના લોહાણા પરિવાર સુધી મહાપરિષદની વિવિધ સહાય યોજનાઓ પહોંચાડવાનો હતો. જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ કેશોદ, માંગરોળ, વિસાવદર, મેંદરડા, માણાવદર, ગીરગઢડા, કોડીનાર, ઉના અને તાલાલા સહિતના તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂક બાદ આ પ્રથમ સંયુક્ત બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન મહાપરિષદની શિક્ષણ સહાય, આરોગ્ય સહાય, જોબ પોર્ટલ, લગ્ન સેતુ સહિતની વિવિધ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત તમામ હોદ્દેદારોની વિગતો ધરાવતી ડિરેક્ટરી બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. લોહાણા કનેક્ટ એપમાં વધુમાં વધુ સમાજજનોને જોડવા તેમજ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચવા માટે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગીર સોમનાથ-વેરાવળ રીજીનલ પ્રમુખ ચિરાગભાઈ કક્કડ, ઉપપ્રમુખ ભરતભાઈ સોમૈયા, સેક્રેટરી જયેશભાઈ શિંગાળા, જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ, વેરાવળ તાલુકા પ્રમુખ રવિભાઈ સામાણી, નરેન્દ્રભાઈ પોપટ, સુજીતભાઈ રતનધાયરા, રિતેશભાઈ ઠકરાર તેમજ મહાપરિષદની મધ્યસ્થ મહાસમિતિના અશોકભાઈ ગદા, ભરતભાઈ ચોલેરા, ગીરીશભાઈ ઠક્કર, જીતેન્દ્રભાઈ ખખ્ખર, પ્રકાશભાઈ તન્ના સહિત સ્થાનિક મહાજનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા તથા ગીર સોમનાથ ભાજપ અને સમાજ અગ્રણી ઝવેરીભાઈ ઠકરારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

પ્રમુખ પાર્થભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ઝોન-3 હેઠળના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાના લોહાણા મહાજનને એક મંચ પર લાવી મહાપરિષદના નિયુક્ત હોદ્દેદારોને જવાબદારીઓ સોંપવાનો મુખ્ય હેતુ છે. તેમણે જણાવ્યું કે મહાપરિષદના સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે વર્ષ 2027માં મુંબઈના જીઓ વર્લ્ડ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ કક્ષાના LIBF (Lohana International Business Forum) ના ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે.

મહિલા વિંગના પ્રમુખ પૂજાબેન કારિયાએ ગૃહિણીઓ અને ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓને LIBF પ્લેટફોર્મ દ્વારા પોતાના હુન્નર અને ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં પહોંચાડવાની તક અંગે માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોન-3ના પ્રેસિડેન્ટ પાર્થભાઈ કોટેચા, વાઈસ પ્રેસિડેન્ટ યતીનભાઈ કારિયા અને કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયા, સેક્રેટરી વિજયભાઈ ખખ્ખર સહિત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાના હોદ્દેદારો તથા મહિલા વિંગના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE