ભાવનગર: સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે સરદાર યુવા મંડળ, ભાવનગર દ્વારા માનવસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રિંગ રોડ સ્થિત સેવા વસ્તીમાં રહેતા જરૂરિયાતમંદ અને દૈનિક મજૂરી કરીને જીવન ગુજારતા પરિવારોને 150 છત્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.
ચોમાસાની ઋતુમાં વરસાદથી મુશ્કેલીનો સામનો કરતા પરિવારોને રાહત મળે તે હેતુથી આયોજિત આ સેવા અભિયાનને સ્થાનિક લોકોએ આવકાર્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા સરદાર યુવા મંડળના પ્રમુખ ભરત મોણપરા, અશોક મકવાણા અને શાંતિભાઈ ગોયાણીએ જહેમત ઉઠાવી હતી, જ્યારે મેહુલભાઈ ચૌહાણનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો.
સામાજિક સેવા માટે સતત કાર્યરત સરદાર યુવા મંડળે ફરી એકવાર સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
Post Views: 0











