આણંદ: પાળજ ગામના ચર્ચાસ્પદ જમીન કૌભાંડ કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. રાજ્ય પોલીસ વિભાગે આણંદ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ બી. એમ. માળીને સસ્પેન્ડ કરતાં સમગ્ર પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.
આ કેસમાં નોંધાયેલા ગુનાના ફરિયાદી તરીકે પીઆઈ બી. એમ. માળીએ જ ફરિયાદ નોંધાવી હતી. જોકે, તપાસ દરમિયાન સામે આવેલી હકીકતોના આધારે હવે તેમની સામે જ વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસના આધારે સસ્પેન્શનનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેસની વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે અને જરૂર પડશે તો વધુ અધિકારીઓ અથવા સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.
પાળજ જમીન કૌભાંડની તપાસ હજુ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Post Views: 0











