વડોદરામાં 29 જૂનથી ઈ-બસ સેવાનો પ્રારંભ, 28 રૂટ પર દોડશે આધુનિક ઇલેક્ટ્રિક બસો

વડોદરા: શહેરમાં જાહેર પરિવહનને વધુ સ્માર્ટ, સુવિધાસભર અને પર્યાવરણમિત્ર બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા 29 જૂનથી અત્યાધુનિક ઈ-બસ સેવાનો પ્રારંભ કરવા જઈ રહી છે. સેવા શરૂ કરતાં પહેલાં આજે શહેરના વિવિધ રૂટ પર ઈ-બસનું સફળ ટ્રાયલ યોજવામાં આવ્યું હતું.

ઈ-બસોના સંચાલન માટે ગોત્રી ખાતે આધુનિક ડેપો તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં 50 બસ પાર્ક કરવાની ક્ષમતા છે. ઉપરાંત એકસાથે 13 ઈ-બસ ચાર્જ થઈ શકે તેવી અદ્યતન ચાર્જિંગ સુવિધા પણ ઊભી કરવામાં આવી છે, જેથી બસોની નિયમિત કામગીરીમાં કોઈ વિક્ષેપ ન આવે.

નવી ઈ-બસોમાં મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળે તે માટે અનેક આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. મહિલાઓ, દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે અનામત બેઠકોની સાથે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં શહેરના 28 રૂટ પર ઈ-બસ સેવા ઉપલબ્ધ થશે. મુસાફરો માટે ભાડું રૂ.5થી રૂ.30 સુધી નક્કી કરવામાં આવ્યું છે, જેથી સામાન્ય નાગરિકોને સસ્તું અને સરળ જાહેર પરિવહન મળી રહે.

મહાનગરપાલિકાનું માનવું છે કે ઈ-બસ સેવા શરૂ થતાં પ્રદૂષણમાં ઘટાડો થશે, ઈંધણનો ખર્ચ બચશે અને વડોદરાના જાહેર પરિવહનને નવી દિશા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE