ઘૂંટણના દુખાવાથી મેળવવો હોય છુટકારો તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ, મળશે રાહત

આજકાલ ઘૂંટણના દુખાવાની સમસ્યા માત્ર વડીલો પૂરતી સીમિત નથી રહી, પરંતુ કોઈપણ ઉંમરની વ્યક્તિમાં આ તકલીફ જોવા મળી રહી છે. આવું ઘણીવાર શરીરમાં કેલ્શિયમની ઉણપના કારણે પણ થાય છે. આમ તો દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જેમને દૂધ પીવું બિલકુલ પસંદ નથી હોતું. જેના કારણે ઉંમર વધવાની સાથે જ ઘૂંટણનો દુખાવો (knee pain) સહિતની અનેક બીમારીઓ ઘેરી લે છે.

જો તમને પણ દૂધ પીવું ન ગમતું હોય, તો કેલ્શિયમથી ભરપૂર એવી અન્ય કેટલીક વસ્તુઓ છે જેને તમે તમારા ખોરાકમાં સામેલ કરી શકો છો. આ વસ્તુઓથી તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થશે અને ઘૂંટણના દુખાવાની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે.

ઘૂંટણનો દુખાવો દૂર કરવા માટે આ વસ્તુઓનું સેવન કરો:

સફેદ તલ (White Sesame) સફેદ તલના લાડુ સ્વાદમાં તો ખૂબ જ ઉત્તમ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, જો તમે રોજ સફેદ તલમાંથી બનેલા લાડુ ખાઓ છો તો તમને ઘૂંટણના દુખાવામાં રાહત મળી શકે છે? આ માટે તમારે રોજ ૨ લાડુ ખાવા પડશે.

સંતરા (Orange) સંતરામાં વિટામિન સી (vitamin C) ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત સંતરામાં માત્ર વિટામિન સી જ નહીં, પણ કેલ્શિયમની માત્રા પણ ઘણી સારી હોય છે. તેથી જો તમે પણ ઘૂંટણના દુખાવાથી પરેશાન છો અને શરીરમાં કેલ્શિયમની ઉણપ છે. તો ડાયટમાં સંતરા સામેલ કરી શકો છો.

ઓટમીલ (Oatmeal) ઓટમીલ (oatmeal) માં કેલ્શિયમની માત્રા બહુ વધારે નથી હોતી. છતાં પણ તેનું સેવન કરવાથી તમારા શરીરની કેલ્શિયમની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળે છે અને ઉણપ દૂર થાય છે.

બદામનું દૂધ (Almond Milk) જો તમે સાદું દૂધ નથી પીતા અને શરીરમાં કેલ્શિયમની કમી છે.તો તમે બદામનું દૂધ પી શકો છો. કારણ કે તેમાં કેલ્શિયમ ઉપરાંત વિટામિન ઈ, પ્રોટીન અને ફાઈબર હોય છે. જે તમારા શરીરના હાડકાંને મજબૂત બનાવે છે.

નોંધ: ઉપર આપવામાં આવેલી માહિતી અને સૂચનો માત્ર સામાન્ય જાણકારી માટે છે. તેને કોઈ પ્રોફેશનલ ડૉક્ટરની સલાહ તરીકે ન સમજવા. કોઈપણ પ્રશ્ન કે સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE