હૃદયને સ્વસ્થ અને મજબૂત રાખવું છે? આજથી જ જીવનશૈલીમાં કરો આ મહત્વપૂર્ણ ફેરફાર, હાર્ટની બીમારીઓ રહેશે દૂર

હૃદયને સ્વસ્થ કેવી રીતે રાખવું તે પ્રશ્ન એવા લોકો માટે ખૂબ જ મહત્વનો છે, જેઓ કાં તો હૃદય સંબંધિત બીમારીઓથી પીડિત છે અથવા ભવિષ્યમાં તેમને આ બીમારીઓ થવાની સંભાવના છે. હૃદય સંબંધિત બીમારીઓ મોટાભાગે ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરતી હોય છે. જોકે, હૃદયને સ્વસ્થ રાખવાની કેટલીક સરળ અને સચોટ રીતો પણ છે.જેને અપનાવીને તમે તમારા હૃદયને સંપૂર્ણપણે તંદુરસ્ત રાખી શકો છો. આજના સમયમાં ખરાબ જીવનશૈલી (Lifestyle) ના કારણે સ્થૂળતા, ડાયાબિટીસ (Diabetes) અને હૃદય રોગ સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેક અને અન્ય કાર્ડિયાક સમસ્યાઓનો ખતરો ખૂબ વધ્યો છે, ત્યારે આ બીમારીઓથી બચવા માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવી સમયની માંગ છે.

નિષ્ણાતોના મતે, હૃદય આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. આ અંગ આપણી રુધિરાભિસરણ તંત્રની (circulatory system) મધ્યમાં આવેલું છે.જે સતત ધબકીને આખા શરીરમાં રક્તનો પ્રવાહ વહેતો રાખે છે. રક્ત શરીરમાં ઓક્સિજન અને જરૂરી પોષક તત્વો પહોંચાડે છે અને બિનજરૂરી કાર્બન ડાયોક્સાઇડ (Carbon dioxide) તથા નકામા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. જો તેની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સૌ પ્રથમ, સ્મોકિંગ અને શરાબ (smoking and alcohol) નું સેવન સંપૂર્ણપણે ટાળવું જોઈએ. તેના સેવનથી બ્લડ પ્રેશર અને ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર વધે છે. જેનાથી માનસિક તણાવ વધે છે અને અંતે હૃદય પર દબાણ પડે છે. તણાવ ઓછો કરવા માટે નિયમિત યોગ અને મેડિટેશન (Meditation) કરવું જોઈએ. જે શરીર અને હૃદય બંનેને ફિટ રાખે છે. આ ઉપરાંત, શારીરિક નિષ્ક્રિયતા (sedentary lifestyle) ના કારણે પણ હૃદય રોગનું જોખમ વધે છે. એક સંશોધન મુજબ, એક જ જગ્યાએ સતત બે કલાકથી વધુ સમય બેસી રહેવાથી હાર્ટ ડિસીઝ, ટાઇપ-2 ડાયાબિટીસ અને કેન્સરનું જોખમ વધે છે. આથી, શારીરિક રીતે સક્રિય રહેવું અને રોજ કસરત કરવી અત્યંત આવશ્યક છે.

શારીરિક પ્રવૃત્તિની સાથે સાથે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવું પણ હૃદય માટે એટલું જ મહત્વપૂર્ણ છે. હાઈપરટેન્શન (Hypertension) અને હાઈ કોલેસ્ટ્રોલ (High Cholesterol) હૃદયની બીમારીઓને ગંભીર બનાવવાનું કામ કરે છે. જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો અનેકગણો વધી જાય છે. ડાયટ એક્સપર્ટ ડો. રંજના સિંહના જણાવ્યા અનુસાર, હૃદયને સ્વસ્થ રાખવા માટે ડાયટમાં ટ્રાન્સ ફેટ વાળી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. ટ્રાન્સ ફેટ હૃદય રોગ સંબંધિત બીમારીઓ વધારે છે. હૃદયને મજબૂત રાખવા માટે રોજિંદા આહારમાં તાજા ફળો, લીલા શાકભાજી, આખું અનાજ અને ફાઈબરથી ભરપૂર વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરવું જોઈએ.

(નોંધ: ઉપરોક્ત આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ બીમારી કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા માટે હંમેશા ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE