બોલિવૂડમાં શરણાઈઓ ગૂંજશે: સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીની પુત્રી દિશાનીએ કરી સગાઈ, લગ્નની તારીખ પણ થઈ જાહેર!

બોલિવૂડના દિગ્ગજ સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીના પરિવારમાંથી એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. મિથુન ચક્રવર્તીની લાડલી પુત્રી દિશાની ચક્રવર્તીએ સગાઈ કરી લીધી છે. દિશાનીએ સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. તેણીએ પોતાના લોંગ-ટાઇમ બોયફ્રેન્ડ માઇલ્સ મેન્ટઝારિસ (Miles Mantzaris) સાથે સગાઈ કરી છે. બંનેએ સોશિયલ મીડિયા પર એક જોઈન્ટ પોસ્ટ શેર કરીને સગાઈની સત્તાવાર જાહેરાત કરવાની સાથે લગ્નની તારીખ પણ કન્ફર્મ કરી દીધી છે.

સમુદ્ર કિનારે ઘૂંટણિયે બેસીને કર્યું પ્રપોઝ

દિશાની અને માઇલ્સે સગાઈની કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ રોમેન્ટિક તસવીરોમાં જોઈ શકાય છે કે માઇલ્સ સમુદ્ર કિનારે ઘૂંટણિયે બેસીને દિશાનીને પ્રપોઝ કરી રહ્યો છે, જ્યારે અન્ય એક તસવીરમાં દિશાની પોતાની સગાઈની ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. પોસ્ટની છેલ્લી તસવીરમાં બંને એકબીજાને કિસ કરતા પણ નજરે પડે છે. આ સુંદર તસવીરો સામે આવતા જ બોલિવૂડ સેલેબ્સ અને ફેન્સ કપલ પર જોરદાર લાઈક્સ અને કોમેન્ટ્સ કરીને અઢળક અભિનંદન પાઠવી રહ્યા છે.

જાણો ક્યારે લેશે સાત ફેરા?

આ કપલે સગાઈની જાહેરાત સાથે પોતાના લગ્નની તારીખનો પણ ખુલાસો કરી દીધો છે. તસવીરો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું કે, “06.12.2026. આ નિર્ણય અત્યાર સુધીનો સૌથી સરળ નિર્ણય હતો.” એટલે કે આ કપલ ચાલુ વર્ષે 6 ડિસેમ્બર 2026ના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.

કોણ છે મિથુન ચક્રવર્તીના જમાઈ માઇલ્સ?

દિશાની ચક્રવર્તી અને માઇલ્સ મેન્ટઝારિસ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. માઇલ્સ મૂળ અમેરિકાનો રહેવાસી છે. તેના ઇન્સ્ટાગ્રામ બાયો અનુસાર, તે પ્રોફેશનલ સ્ટેડીકેમ ઓપરેટર (Steadicam Operator) તરીકે હોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે.

ખાસ વાત: દિશાની ચક્રવર્તી સુપરસ્ટાર મિથુન ચક્રવર્તી અને તેમની પત્ની યોગિતા બાલીની દત્તક લીધેલી (Adopted) પુત્રી છે. મિથુન ચક્રવર્તીએ તેને પેટની પુત્રીની જેમ જ ઉછેરીને મોટી કરી છે. દિશાની પણ હાલ અમેરિકામાં રહે છે અને પિતા મિથુનની જેમ જ એક્ટિંગ લાઈનમાં પોતાનું કરિયર બનાવી રહી છે. તે અત્યાર સુધીમાં કેટલીક શોર્ટ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE