રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહિબીશન અને જુગારની પ્રવૃતિઓ નાબૂદ કરવા તેમજ આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી.
આ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી સઘન વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું.
દરમિયાન, PSI સી.એમ.કાંટેલીયા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં લોધિકાથી પીપરડી ગામ તરફ આવેલી સુરપાલસિહ ઉર્ફે કાનભા અનિરુધ્ધસિહ જાડેજાની વાડીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ મકાનમાં ગેરકાયદેસર રીતે જુગાર રમી રહેલા બે મહિલાઓ સહિત કુલ આઠ ઇસમોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.
કબ્જે કરાયેલો મુદ્દામાલ:
-
રોકડા રકમ: રૂ. ૩,૧૮,૯૦૦/-
-
વાહન: એક અર્ટીગા કાર (કિંમત રૂ. ૭,૦૦,૦૦૦/-)
-
મોબાઇલ: ૩ નંગ (કિંમત રૂ. ૯,૦૦૦/-)
-
કુલ કિંમત: રૂ. ૧૦,૨૭,૯૦૦/-
આ મામલે તમામ આઠેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના લોધિકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓની યાદી:
૧. સુરપાલસિંહ ઉર્ફે કાનભા અનિરૂદ્ધસિંહ જાડેજા (રહે. પીપરડી, તા. લોધિકા) ૨. ગોવિંદભાઈ અરજણભાઈ આંબલીયા (રહે. જોગવડ પાટીયા, તા. લાલપુર) ૩. માનણભાઇ રણમલભાઈ બુચડ (રહે. ધૂમથર, તા. કલ્યાણપુર) ૪. દેવશીભાઈ વાસાભાઈ મુંધવા (રહે. સખપર, તા. ટંકારા) ૫. નિલેશભાઈ નવઘણભાઈ ફાંગલિયા (રહે. આણંદપર બાધી, તા. રાજકોટ) ૬. રાજાભાઈ ઘેલાભાઈ ટારીયા (રહે. ચેલા, તા. જામનગર) ૭. મનીષાબેન રાજેશભાઈ પાલા (રહે. મયુર ગ્રીન સોસાયટી, રણજીત સાગર રોડ, તા. જામનગર) ૮. સતીબેન દેવાયતભાઈ ડાંગર (રહે. ગોકુળ નગર, જામનગર)
કામગીરી કરનાર પોલીસ ટીમ:
રાજકોટ રેન્જ સ્ટાફના કુલદિપસિહ ચુડાસમા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ, અનિરુધ્ધસિહ જાડેજા તેમજ ડ્રાઇવર ધર્મેન્દ્રસિહ જાડેજા અને ગોવીંદભાઇ ધાંધળ.
Post Views: 0











