ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા આયોજિત લોકરક્ષક કેડર (LRD)ની લેખિત પરીક્ષા આજે, રવિવાર 14 જૂન, 2026ના રોજ યોજાવા જઈ રહી છે. રાજ્યભરની કુલ 879 શાળા અને કોલેજોમાં પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે.
પરીક્ષાના મહત્વના આંકડા
-
કુલ ખાલી જગ્યાઓ: 12,733
-
કુલ લાયક ઉમેદવારો: 2,63,345થી વધુ
-
પુરુષ ઉમેદવારો: 1.73 લાખથી વધુ
-
મહિલા ઉમેદવારો: 89,405
યાદ અપાવી દઈએ કે…
આ ભરતી (જાહેરાત ક્રમાંક: GPRB/202526/1)ની શારીરિક કસોટીનું પરિણામ ગત 2 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરાયું હતું. જેમાં પાસ થયેલા તમામ ઉમેદવારો આજે લેખિત પરીક્ષામાં નસીબ અજમાવશે.
ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ
-
સમયસર પહોંચવું અનિવાર્ય: પરીક્ષા કેન્દ્ર પર બાયોમેટ્રિક હાજરી અને વેરિફિકેશન પ્રક્રિયા સમયસર પૂરી થઈ શકે તે માટે ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને વહેલા પહોંચવા ખાસ અપીલ કરવામાં આવી છે.
-
અફવાઓથી સાવધ રહેવું: પરીક્ષા અંગેની કોઈપણ સચોટ અને સત્તાવાર માહિતી માટે ઉમેદવારોએ માત્ર ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ અથવા સત્તાવાર X (Twitter) એકાઉન્ટનો જ ભરોસો કરવો.
વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટ gprb.gujarat.gov.in ની મુલાકાત લેવી.
Post Views: 0











