અમેરિકાના વર્જીનિયામાં ઇન્ટરસ્ટેટ 95 પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં રોડ કન્સ્ટ્રક્શન (નિર્માણ કાર્ય) ચાલતું હોવાને કારણે ધીમી ગતિએ ચાલી રહેલા વાહનો સાથે એક બસ ધડાકાભેર અથડાઈ પડી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 34 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત સ્ટેફોર્ડ કાઉન્ટીમાં ક્વાન્ટિકો પાસે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા તમામ પાંચ લોકો એ વાહનોમાં સવાર હતા જેમને બસે ટક્કર મારી હતી. અકસ્માત બાદ 44 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે.
છ વાહનોને ટક્કર મારી પોલીસે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, “પ્રાથમિક તપાસ દર્શાવે છે કે કન્સ્ટ્રક્શન ઝોનને કારણે દક્ષિણ તરફ જતા વાહનોની ગતિ ધીમી પડી રહી હતી. આ દરમિયાન એક બસ ટ્રાફિકને કારણે પોતાની ગતિ ધીમી કરવામાં નિષ્ફળ રહી અને આગળ ચાલી રહેલા છ વાહનો સાથે અથડાઈ ગઈ.” પોલીસે જણાવ્યું કે બસમાં “આશરે” 34 મુસાફરો સવાર હતા. ઘટનાસ્થળે હાજર ફેડરલ ટ્રાન્સપોર્ટેશન એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તા પેઇટન વોગેલે જણાવ્યું કે, “અમારા દર્દીઓ અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ છે. બસ ડ્રાઇવર પણ અહીંની જ એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મારે કહેવું પડશે કે, આ મેં અત્યાર સુધી જોયેલી સૌથી દુઃખદ ઘટનાઓમાંથી એક છે. અત્યંત દુઃખદ.”
પાંચ લોકોના મોત અકસ્માત બાદ એક કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ 45 વર્ષીય પુરુષ, 44 વર્ષીય મહિલા, 13 વર્ષની છોકરી અને 7 વર્ષના છોકરા તરીકે થઈ છે. આ તમામ લોકો મેસેચ્યુસેટ્સના ગ્રીનફિલ્ડના રહેવાસી હતા. જોકે, પોલીસે હજુ સુધી મૃતકોના નામ જાહેર કર્યા નથી. આ સિવાય પાંચમી મૃતક મેસેચ્યુસેટ્સના વોર્સેસ્ટરની એક અજ્ઞાત 25 વર્ષીય યુવતી હતી, જેની કારને બસે ટક્કર મારી હતી.
બસ ડ્રાઇવરની ઓળખ થઈ પોલીસે બસ ડ્રાઇવરની ઓળખ ન્યૂયોર્કના સ્ટેટન આઇલેન્ડના રહેવાસી 48 વર્ષીય ઝિંગ એસ. ડોંગ તરીકે કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, તેના પર કાયદેસરના આરોપો લગાવવાની પ્રક્રિયા હજુ પેન્ડિંગ છે. પરિવહન સચિવ શોન ડફીએ જણાવ્યું કે, ડોંગ મૂળ ચીનના અમેરિકન નાગરિક છે અને તેમણે બે વર્ષ પહેલા ન્યૂયોર્કમાં પોતાનું કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું હતું.
Post Views: 53










