આજના સમયમાં મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે. પરંતુ કેટલાક લોકો પોતાના દૂબળા-પાતળા શરીરના કારણે ચિંતિત રહે છે. તેઓ ગમે તેટલું ખાય, તો પણ તેમના શરીરને લાગતું નથી. ઘણીવાર જરૂરિયાત કરતાં વધુ પાતળા હોવું એ અસ્વસ્થ હોવાની નિશાની પણ હોઈ શકે છે. જે લોકો કોઈ બીમારીના કારણે પાતળા હોય છે.તેમની રોગપ્રતિકારક શક્તિ (Immunity) અન્ય લોકોની સરખામણીમાં નબળી હોય છે. આવા લોકો જલ્દી બીમાર પડી જાય છે.
ઘણી વખત પાતળા લોકોને પોતાની પર્સનાલિટી અને કપડાંને લઈને પણ શરમ અનુભવવી પડે છે. આવા લોકો જાડા થવા અને વજન વધારવા (Weight gain) માટે ન જાણે કેટલાય ઉપાયો કરે છે. આજે અમે તમને વજન વધારવા અથવા જાડા થવા માટેના કેટલાક એવા ઘરેલું ઉપાયો જણાવી રહ્યા છીએ. જે ઝડપથી વજન વધારવામાં મદદ કરશે.
1. દૂધ-દલિયા અને ઓટ્સ (Milk and Oats)
દૂધ-દલિયા કે દૂધ-ઓટ્સ પણ વજન વધારવામાં મદદ કરે છે. આ માટે તમે ફૂલ ફેટ મિલ્ક (મલાઈવાળા દૂધ) નો ઉપયોગ કરી શકો છો. રોજ સવારના નાસ્તામાં દૂધ-દલિયા કે ગળ્યા ઓટ્સ ખાવાથી વજનમાં વધારો થાય છે.
2. ગાજર અને સફરજન (Apple and Carrot)
વજન વધારવા માટે તમે રોજ ખોરાકમાં સફરજન અને ગાજરનો ઉપયોગ કરો. સફરજન અને ગાજરને સરખા ભાગે લઈને છીણી લો. હવે તેને લંચ (બપોરના ભોજન) પછી ખાઓ. થોડા અઠવાડિયામાં જ તમારું વજન વધવા લાગશે.
3. દૂધ અને મધ (Milk and Honey)
જો તમારે જાડા થવું હોય તો રોજ દૂધ સાથે મધ પીઓ. તેનાથી ખૂબ જ ઝડપથી તમારું વજન વધવા લાગશે. તમે સવારના નાસ્તામાં અને રાત્રે સૂતા પહેલા મધવાળું દૂધ પી શકો છો. આ દૂધ પીવાથી પાચનક્રિયા સારી રહે છે અને વજન વધારવામાં પણ મદદ મળે છે.
4. કેળું (Banana)
વજન વધારવા માટે કેળાને તમારા ડાયટનો હિસ્સો ચોક્કસ બનાવો. જો તમારે વજન વધારવું હોય તો દિવસમાં ઓછામાં ઓછા 3-4 કેળા જરૂર ખાઓ. કેળું પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. વજન વધારવા માટે દૂધ કે દહીં સાથે કેળાનું સેવન કરો.
5. બદામ, ખજૂર અને અંજીર (Almond, Dates and Figs)
વજન વધારવામાં ડ્રાય ફ્રૂટ્સ ખૂબ જ મદદ કરે છે. વજન વધારવા માટે 3-4 બદામ, ખજૂર અને અંજીરને દૂધમાં નાખીને ઉકાળી લો. આ દૂધ રોજ પીવાથી વજન વધવા લાગશે. રાત્રે સૂતા પહેલા આ દૂધ પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે.
6. બીન્સ (Beans)
વજન વધારવા માટે ખોરાકમાં બીન્સ (ફણસી/ચોળી વગેરે) ચોક્કસ સામેલ કરો. બીન્સ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. તમે શાક કે સલાડના રૂપમાં બીન્સ ખાઈ શકો છો. બીન્સમાં વિટામિન્સ અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે.જે વજન વધારવામાં મદદ કરે છે.
7. કિસમિસ (Raisins)
વજન વધારવા માટે કિસમિસનો ઉપયોગ પણ કરવામાં આવે છે. વજન વધારવા માટે 10 ગ્રામ કિસમિસને દૂધમાં પલાળી દો. રાત્રે સૂતા પહેલા આ દૂધને ઉકાળીને પી લો. જો તમે આવું ન કરી શકો, તો દૂધની સાથે એમ જ કિસમિસ ખાઈ લો.
8. સોયાબીન (Soybean)
સવારના નાસ્તામાં સોયાબીન અને ફણગાવેલા અનાજ ખાવાથી પણ વજન વધવા લાગે છે. સોયાબીનમાં ભરપૂર પ્રોટીન હોય છે. જેનાથી શરીર મજબૂત બને છે અને વજન પણ વધે છે.
9. પીનટ બટર (Peanut Butter)
પીનટ બટર વજન વધારવા માટે એક હેલ્ધી ઓપ્શન છે. જે લોકો જીમમાં કસરત કરે છે, તેમને જીમ ટ્રેનર પીનટ બટર ખાવાની સલાહ આપે છે. પીનટ બટર પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેના સેવનથી વજન વધે છે.
નોંધ: ઉપરોક્ત આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી માટે છે, અમે તેની સત્યતા કે સચોટતાનો દાવો કરતા નથી. કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લો.
Post Views: 35











