સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ : જામીન મળ્યાના જ દિવસે કેદીની મુક્તિ ફરજિયાત

દેશભરની તમામ અદાલતો માટે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરતાં જણાવ્યું છે કે, કોઈપણ આરોપીને જામીન મંજૂર થયા બાદ તેની મુક્તિ એ જ દિવસે કરવી ફરજિયાત રહેશે. કોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જામીનની પ્રક્રિયામાં થતો વિલંબ વ્યક્તિના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાશે.

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે, જો કોઈ કેસમાં રિઝર્વ ઓર્ડર રાખવામાં આવ્યો હોય તો તેનો નિર્ણય વધુમાં વધુ ત્રણ મહિનાની અંદર જાહેર કરવો જરૂરી રહેશે. ઉપરાંત, ચુકાદાનો મુખ્ય ભાગ તાત્કાલિક જાહેર કરવા પણ અદાલતોને નિર્દેશ આપવામાં આવ્યો છે.

કોર્ટે કડક વલણ દાખવતાં જણાવ્યું કે, જો આદેશનું પાલન નહીં થાય તો તેવા કેસ અન્ય બેન્ચને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ અને પારદર્શિતા લાવવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Leave a Comment

READ MORE

READ MORE