હૈદરાબાદ 86 રનમાં ઓલઆઉટ: પોતાનો જ શરમજનક રેકોર્ડ તોડ્યો, ગુજરાત ધમાકેદાર જીત સાથે ટોપ પર

IPL 2026 ની 56મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં હૈદરાબાદને અત્યંત શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ સિઝનમાં હૈદરાબાદની આ પાંચમી હાર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન અને ઈમ્પેક્ટ પ્લેયર્સ

ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, નિશાંત સિંધુ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અર્શદ ખાન, કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ.

ઈમ્પેક્ટ સબ: પ્રસિદ્ધ કૃષ્ણા, સાઈ કિશોર, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, ગ્લેન ફિલિપ્સ.

સનરાઇઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, નીતીશ કુમાર રેડ્ડી, આર સ્મરણ, સલિલ અરોરા, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, હર્ષ દુબે, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન.

ઈમ્પેક્ટ સબ: ટ્રેવિસ હેડ, લિયામ લિવિંગસ્ટોન, અનિકેત વર્મા, હર્ષલ પટેલ, હર્ષ દુબે.

આ પણ વાંચો…

“શું તંત્ર ઉંઘે છે? GPCBના આદેશ બાદ પણ ગિરિરાજ પ્લાન્ટ કેમ ચાલુ? જમીન માલિકો સામે કાયદાનો શિકંજો કસવાની ઉઠી માંગ.”

પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 168 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ગુજરાત તરફથી સાઈ સુદર્શને 61 રન અને વોશિંગ્ટન સુંદરે 50 રન ફટકારીને અડધી સદી પૂરી કરી હતી. હૈદરાબાદ તરફથી પ્રફુલ્લ હિંગે અને સાકિબ હુસૈને 2-2 વિકેટ ઝડપી હતી.

169 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. માત્ર 56 રનના સ્કોર પર ટીમની અડધી વિકેટો પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. વિકેટ પડવાનો સિલસિલો સતત ચાલુ રહ્યો અને 82 રન સુધીમાં તો 9 બેટ્સમેનો આઉટ થઈ ગયા હતા. અંતે પૂરી ટીમ માત્ર 86 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

હૈદરાબાદનો અત્યાર સુધીનો સૌથી લોએસ્ટ સ્કોર

86 રનના સ્કોર પર છેલ્લી વિકેટ પડતાની સાથે જ સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ ઈતિહાસનો પોતાનો સૌથી નીચો સ્કોર નોંધાવ્યો છે. આ અગાઉ હૈદરાબાદનો લઘુત્તમ સ્કોર 96 રન હતો. જે વર્ષ 2019માં મુંબઈ ઈન્ડિયન્સ સામે બન્યો હતો. આ ધમાકેદાર જીત સાથે ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. જ્યારે હૈદરાબાદ માટે પ્લેઓફની રાહ વધુ મુશ્કેલ બની છે.

Leave a Comment

READ MORE

READ MORE