ગુજરાતમાં વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો 1 જૂનથી શરૂ થશે. અધિકારીઓએ ઘરે-ઘરે જઈને મકાનોની યાદી તૈયાર કરવા (હાઉસ લિસ્ટિંગ) માટે નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કારણે આ કામગીરી અગાઉ મુલતવી રાખવામાં આવી હતી. વસ્તી ગણતરી કામગીરીના નિયામક સુજલ માયાત્રાએ જણાવ્યું હતું કે, જે કામ મૂળ એપ્રિલમાં થવાનું હતું તે હવે જૂન મહિના દરમિયાન ચાલશે. આ સમયગાળા દરમિયાન ફિલ્ડ વર્કર્સ (એન્યુમેરેટર્સ) 34 જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકાઓમાં ઘરે-ઘરે જઈને મકાનોની સ્થિતિ અને મિલકતો વિશે માહિતી એકત્ર કરશે. આ માટે ખાસ મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવશે.
આ પણ વાંચો…
સોના-ચાંદીની આયાત પર 15% ઈમ્પોર્ટ ડ્યુટી લાગશે…સરકારે આજથી નવા દરો લાગુ કર્યા
સુજલ માયાત્રાએ જણાવ્યું હતું કે, નાગરિકો 17 મે થી 31 મે સુધી ‘સેલ્ફ-એન્યુમરેશન પોર્ટલ’નો ઉપયોગ કરીને વસ્તી ગણતરીમાં ભાગ લઈ શકશે. જ્યારે મકાનોની યાદી તૈયાર કરવાનું કામ (HLOs) 1 જૂન થી 30 જૂન સુધી ચાલશે.
એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા માયાત્રાએ કહ્યું કે, ગુજરાતમાં વસ્તી ગણતરીનું કામ શરૂઆતમાં એપ્રિલમાં થવાનું હતું. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત બાદ તેને પાછું ઠેલવામાં આવ્યું હતું.
પોર્ટલ પર ઓનલાઈન સબમિટ કરી શકાશે વિગતો
તેમણે જણાવ્યું કે વસ્તી ગણતરી બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં મકાનોની યાદી (HLO) તૈયાર કરાશે. જે જૂન મહિનામાં થશે અને બીજા તબક્કામાં ફેબ્રુઆરી 2027માં વસ્તીની ગણતરી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે પ્રથમ વખત નાગરિકો પોતાના ઘર, સુવિધાઓ અને મિલકત વિશેની માહિતી ભારત સરકારના પોર્ટલ ‘https://e.census.gov.in‘ પર ઓનલાઈન જમા કરાવી શકશે.
સુજલ માયાત્રાએ જણાવ્યું કે હાઉસ લિસ્ટિંગની કામગીરી એક ખાસ મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે. જે ખાસ વસ્તી ગણતરીના ફિલ્ડ વર્ક માટે જ બનાવવામાં આવી છે. ગુજરાતની 17 મહાનગરપાલિકાઓ અને 34 જિલ્લાઓમાં આ કામગીરીમાં સુપરવાઈઝર અને એન્યુમેરેટર્સ સહિત 1.10 લાખથી વધુ કર્મચારીઓ જોડાશે.
તેમણે કહ્યું, “તેમની પાસે 30 દિવસનો સમય છે. જેમાં દરેક ગણતરીકારે અંદાજે 700 થી 800 લોકોની માહિતી એકત્ર કરવાની રહેશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ કામગીરી પૂર્ણ કરવા માટે આ સમયમર્યાદા પૂરતી છે.
લોકોને પૂછવામાં આવશે 33 સવાલો
વસ્તી ગણતરી કરનાર કર્મચારી દરેક ઘરે જશે અને 33 સવાલો પૂછશે. જેમાં નીચે મુજબની વિગતો લેવામાં આવશે:
-
ઘર બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે?
-
શૌચાલયની સુવિધા છે કે નહીં?
-
LPG/PNG કનેક્શન ઉપલબ્ધ છે કે નહીં?
-
પ્રકાશ (લાઈટ) માટેનો મુખ્ય સ્ત્રોત કયો છે?
-
રસોઈ બનાવવા માટે કયા બળતણનો ઉપયોગ થાય છે?
-
પરિવાર પાસે કયા કયા વાહનો છે?
Post Views: 47










