મમદાની બાદ વધુ એક ભારતવંશીનો અમેરિકામાં દબદબો: જાણો કોણ છે નિત્યા રમન, જે બની શકે છે લોસ એન્જલસના નવા મેયર

અમેરિકાની રાજનીતિમાં અત્યારે વધુ એક ભારતવંશીનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે અને તેમની સરખામણી ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાની સાથે થઈ રહી છે…આ નામ છે નિત્યા રમન…નિત્યા રમન લોસ એન્જલસના મેયર પદની ચૂંટણીમાં ઉમેદવાર છે…તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય થોડો મોડો લીધો હતો.. પરંતુ તેમની લોકપ્રિયતા એટલી ઝડપથી વધી છે કે…તેઓ હવે જીતના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

કેરળમાં જન્મ અને અમેરિકાની સફર

નિત્યા રમનનો જન્મ 28 જુલાઈ 1981ના રોજ કેરળમાં થયો હતો. જ્યારે તેઓ માત્ર 6 વર્ષના હતા..ત્યારે તેમનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયો હતો. 22 વર્ષની ઉંમરે તેમને અમેરિકાની નાગરિકતા મળી…અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ સમાજસેવા અને રાજનીતિમાં સક્રિય થયા…ફેબ્રુઆરી 2026 માં તેમણે મેયરની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો અને હવે તેઓ અમેરિકાના સૌથી લોકપ્રિય નેતાઓમાં સામેલ થઈ ગયા છે..

હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ

નિત્યા રમન હાલ લોસ એન્જલસ સિટી કાઉન્સિલના સભ્ય છે…તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા છે અને MIT (મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) માંથી અર્બન પ્લાનિંગમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે..એક એક્ટિવિસ્ટ તરીકે તેમણે બેઘર લોકો અને મહિલાઓના અધિકારો માટે ઘણું કામ કર્યું છે…તેઓ ડેમોક્રેટ પાર્ટી સાથે જોડાયેલા છે.

રાજકીય કારકિર્દી

  • 2020: લોસ એન્જલસ સિટી કાઉન્સિલ ડિસ્ટ્રિક્ટ-4 માંથી ચૂંટણી જીત્યા.

  • તેઓ લોસ એન્જલસ સિટી કાઉન્સિલના પ્રથમ દક્ષિણ એશિયાઈ અને પ્રથમ એશિયન-અમેરિકન મહિલા અધ્યક્ષ બન્યા.

  • 2024: આ પદ પર તેઓ ફરીથી ચૂંટાયા.

  • અગાઉ તેઓ મેયર કરેન બાસનું સમર્થન કરી રહ્યા હતા..પરંતુ ફેબ્રુઆરીમાં તેમણે પોતે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો અને હવે તેઓ બાસ સામે મજબૂત હરીફ તરીકે ઉભરી આવ્યા છે…કેટલાક સર્વેમાં તેઓ અત્યારે આગળ દેખાઈ રહ્યા છે.

મમદાની સાથે કેમ થઈ રહી છે સરખામણી?

જોહરાન મમદાની અને નિત્યા રમન બંને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ ઓફ અમેરિકા‘ (DSA) સાથે જોડાયેલા છે…મમદાની ન્યૂયોર્કમાં DSA ના સમર્થનથી મેયર બન્યા…જ્યારે નિત્યા રમન લોસ એન્જલસમાં DSA ના પ્રથમ એવા ઉમેદવાર હતા..જેમને આટલી મોટી સફળતા મળી..

મમદાનીના મૂળ ગુજરાત સાથે જોડાયેલા છે અને નિત્યાના કેરળ સાથે. બંનેની રાજનીતિ વિકાસલક્ષી અને ‘લેફ્ટ વિંગ’ (ડાબેરી વિચારધારા) થી પ્રભાવિત છે. તેઓ જે મુદ્દાઓ ઉઠાવે છે તેમાં પણ ઘણું સામ્ય જોવા મળે છે…જેના કારણે બંનેની સતત સરખામણી થઈ રહી છે.

Leave a Comment

READ MORE

READ MORE