ઓક્શનમાં 16 વર્ષની ખેલાડીએ મચાવી સનસનાટી, જાણો ટોપ-5 સૌથી મોંઘા ખેલાડીઓની યાદી

મુંબઈ ક્રિકેટના સૌથી ચર્ચિત ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ T20 મુંબઈ લીગ 2026 ના ઓક્શનમાં આ વખતે પૈસાનો વરસાદ થયો છે અને અનેક ખેલાડીઓએ રેકોર્ડબ્રેક કમાણી કરી છે…જ્યાં એકતરફ અનુભવી ખેલાડીઓ પર ફ્રેન્ચાઇઝીઓએ મોટો દાવ લગાવ્યો, ત્યાં યુવા પ્રતિભાઓએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

મેન્સ કેટેગરીમાં સૌથી મોટી બોલી આકાશ પારકર પર લાગી હતી..જેમને સોબો મુંબઈ ફાલ્કન્સે 12 લાખ રૂપિયા માં ખરીદ્યા છે.પારકર 2025 સીઝનના સ્ટાર રહ્યા હતા અને તેમના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે આ વખતે પણ તેઓ સૌથી વધુ ડિમાન્ડમાં રહ્યા હતા.

અર્જુન તેંડુલકર બન્યો લખપતિ

આ ઓક્શનમાં અર્જુન તેંડુલકર અને મુશીર ખાન પર પણ મોટી બોલી લાગી હતી. ARCS અંધેરી એ અર્જુનને 10 લાખ રૂપિયા માં ખરીદ્યો છે.. જે તેની બેઝ પ્રાઈસ 2 લાખ રૂપિયા કરતા પાંચ ગણી વધારે છે..જ્યારે મુશીર ખાનને 11 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન પ્રસાદ પવારને 11.50 લાખ રૂપિયા માં ખરીદવામાં આવ્યો છે.

આ વખતે ફ્રેન્ચાઇઝીઓએ યુવા અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ પર ખાસ ધ્યાન આપ્યું છે…MSC મરાઠા રોયલ્સે ચિન્મય સુતાર (9.50 લાખ) અને ઇરફાન ઉમૈર (9 લાખ) ને ખરીદ્યા, જ્યારે નોર્થ મુંબઈ પેન્થર્સે વૈભવ માલી અને આયુષ વરટકને 9-9 લાખમાં ટીમમાં લીધા છે.

વુમન્સ ઓક્શનમાં ઇરા જાધવનો જલવો

વુમન્સ કેટેગરીમાં 16 વર્ષની ઇરા જાધવ સૌથી મોટી સ્ટાર બનીને ઉભરી છે.તેને આકાશ ટાઇગર્સે 10 લાખ રૂપિયા માં ખરીદી છે..જે આ લીગના ઇતિહાસની સૌથી મોટી ડીલ છે…ઇરાએ ગયા વર્ષે અંડર-19 ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારીને સુરખીઓ બટોરી હતી.

ઓક્શનના 5 સૌથી મોંઘા મેન્સ ખેલાડીઓ:

  1. આકાશ પારકર – 12 લાખ (સોબો મુંબઈ ફાલ્કન્સ)

  2. પ્રસાદ પવાર – 11.50 લાખ (ARCS અંધેરી)

  3. મુશીર ખાન – 11 લાખ (ARCS અંધેરી)

  4. અર્જુન તેંડુલકર – 10 લાખ (ARCS અંધેરી)

  5. ચિન્મય સુતાર – 9.50 લાખ (MSC મરાઠા રોયલ્સ)

ઓક્શનની 5 સૌથી મોંઘી વુમન્સ ખેલાડીઓ:

  1. ઇરા જાધવ – 10 લાખ (આકાશ ટાઇગર્સ)

  2. સિમરન શેખ – 7 લાખ (સોબો મુંબઈ ફાલ્કન્સ)

  3. વૃષાલી ભગત – 6 લાખ (ઠાણે સ્કાય રાઇઝર્સ)

  4. સાનિકા ચાલકે – 5.50 લાખ (આકાશ ટાઇગર્સ)

  5. રિયા ચૌધરી – 5.50 લાખ (સોબો મુંબઈ ફાલ્કન્સ)

લીગ માટે પહેલાથી જ સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર,અજિંક્ય રહાણે અને યશસ્વી જાયસ્વાલ જેવા સ્ટાર ખેલાડીઓને આઇકોન તરીકે પસંદ કરવામાં આવ્યા છે…મુંબઈ T20 લીગનું આયોજન 1 જૂન થી 15 જૂન દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, આ વખતે વુમન્સ લીગની પ્રથમ સીઝન રમાશે.

Leave a Comment

READ MORE

READ MORE