છોટાઉદેપુર: 4 વર્ષથી શાળા ન બનતા વર્દી ગામનો ચૂંટણી બહિષ્કાર, વહીવટી તંત્રની લેખિત ખાતરી બાદ મતદાન શરૂ

છોટાઉદેપુર જિલ્લાના વર્દી ગામે આજે ચૂંટણી દરમિયાન ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ગામની જર્જરિત શાળા તોડી પાડ્યાના 4 વર્ષ વીતી ગયા હોવા છતાં નવી શાળાનું નિર્માણ ન થતા રોષે ભરાયેલા ગ્રામજનોએ એકસૂત્રે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

આ પણ વાંચો :

પહેલા મતદાન, પછી લગ્ન: છોટાઉદેપુરના ધંધોડામાં દુલ્હને પીઠી ભરેલા હાથે વોટિંગ કરી મિસાલ કાયમ કરી

મુખ્ય વિગતો:

  • સૂમસામ મતદાન મથક: મતદાન પ્રક્રિયા શરૂ થયાના કલાકો બાદ પણ એક પણ મતદાર મતદાન મથકે ફરક્યો ન હતો, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

  • ગ્રામજનોની માંગ: ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 4 વર્ષથી બાળકો શાળા વગર હાલાકી ભોગવી રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી.

  • તંત્રની સમજાવટ: સ્થિતિની ગંભીરતા જોતા TDO (તાલુકા વિકાસ અધિકારી), કોન્ટ્રાક્ટર, સ્થાનિક ઉમેદવારો અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યો તાત્કાલિક વર્દી ગામે પહોંચ્યા હતા.

  • 3 કલાકની મથામણ: અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે લગભગ 3 કલાક સુધી લાંબી ચર્ચાઓ અને સમજાવટ ચાલી હતી. અંતે તંત્ર દ્વારા લેખિતમાં બાહેધરી આપવામાં આવી હતી કે આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ શાળાનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવશે.

વહીવટી તંત્રના લેખિત આશ્વાસન બાદ ગ્રામજનો શાંત પડ્યા હતા અને લોકશાહીના પર્વમાં સહભાગી થઈ મતદાન કરવાની તૈયારી દર્શાવી હતી.

રીપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Comment

READ MORE

READ MORE