વ્હાઇટ હાઉસ ડિનર પાર્ટીમાં ફાયરિંગ: ટ્રમ્પનો આબાદ બચાવ, કહ્યું- ‘રાષ્ટ્રપતિ હોવું એ ખતરનાક વ્યવસાય છે’

વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર પાર્ટી દરમિયાન અજ્ઞાત હુમલાખોર દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં આબાદ બચ્યા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પ્રથમ પ્રતિક્રિયા આપી છે.

ટ્રમ્પે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ હોવું એ એક ખતરનાક વ્યવસાય છે. તેમણે ઉમેર્યું કે આ પ્રકારના હિંસક પ્રયાસો તેમની “નોકરીનો હિસ્સો” છે. હુમલાખોરની ઓળખ અને તેના ઈરાદા વિશે વધુ માહિતી ટૂંક સમયમાં સામે આવશે.પરંતુ દુનિયા એક હિંસક જગ્યા છે. તેમણે કહ્યું, “જ્યારે તમે પ્રભાવશાળી હોવ છો, ત્યારે લોકો તમારી પાછળ પડી જાય છે.”


ટ્રમ્પે સિક્રેટ સર્વિસના કર્યા વખાણ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે હુમલા દરમિયાન પરિસ્થિતિને બહાદુરીપૂર્વક સંભાળવા બદલ સિક્રેટ સર્વિસની પ્રશંસા કરી હતી. તેમણે સંકેત આપ્યો હતો કે હુમલાખોર તે બોલરૂમથી ઘણો દૂર હતો જ્યાં ટ્રમ્પ સ્ટેજ પર બેઠા હતા. ડિનર માટે હાજર રિપોર્ટર્સના પોશાક વિશે ટિપ્પણી કરતા તેમણે કહ્યું, “હું અહીં ઘણા બધા ટક્સીડો અને સુંદર ડ્રેસ જોઈ રહ્યો છું.” ટ્રમ્પે ખાતરી આપી હતી કે આ કાર્યક્રમ ફરીથી યોજવામાં આવશે અને તે “વધુ સારો” અને “વધુ સુરક્ષિત” હશે.


શંકાસ્પદનો ઈરાદો હજુ અસ્પષ્ટ

અમેરિકાની સુરક્ષા એજન્સીઓએ હુમલાખોરને કસ્ટડીમાં લઈ લીધો છે, પરંતુ હજુ સુધી તેનો હેતુ સ્પષ્ટ થયો નથી.

  • આરોપો: અમેરિકાના એટર્ની જીનાઈન પિરોએ જણાવ્યું કે શંકાસ્પદ પર હાલમાં બે આરોપ મૂકવામાં આવ્યા છે: અગ્નિશસ્ત્રનો ઉપયોગ અને ખતરનાક હથિયાર વડે અધિકારી પર હુમલો.

  • કોર્ટમાં રજૂઆત: શંકાસ્પદને સોમવારે ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

  • હથિયારો: વોશિંગ્ટન ડીસીના વચગાળાના પોલીસ વડાએ જણાવ્યું કે શંકાસ્પદ પાસે શોટગન, હેન્ડગન અને અનેક છરીઓ સહિતના હથિયારો હતા. તપાસકર્તાઓના મતે આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હોવાના પુરાવા મળ્યા નથી.


કોણ હતો હુમલાખોર?

ગોળીબાર કરનાર શંકાસ્પદની ઓળખ કોલ ટોમસ એલન (31 વર્ષ) તરીકે થઈ છે.જે કેલિફોર્નિયાના ટોરેન્સનો રહેવાસી હતો.

ટ્રમ્પનો અનુભવ: “જ્યારે ગોળી ચાલવાનો અવાજ આવ્યો, ત્યારે મને પહેલા લાગ્યું કે કોઈ ટ્રે પડી ગઈ હશે, કારણ કે અવાજ ઘણો દૂરથી આવતો હતો. પરંતુ ફર્સ્ટ લેડી (મેલાનિયા ટ્રમ્પ) તરત જ સમજી ગયા કે આ ગોળીબાર છે. તેમણે કહ્યું, ‘આ ખરાબ અવાજ છે.’ હુમલાખોર જ્યારે નીચે પડ્યો હતો ત્યારે તે ઘણો ‘શેતાની’ લાગતો હતો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE