લોકશાહીના મહાપર્વમાં જ્યારે દરેક મતનું મૂલ્ય અમૂલ્ય હોય છે.ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ધંધોડા ગામની એક યુવતીએ દેશભક્તિ અને જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આજે જ્યારે સમગ્ર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.ત્યારે રવિના રાઠવા નામની યુવતીએ પોતાના લગ્નના મહત્વના દિવસે પણ નાગરિક તરીકેની ફરજને પ્રથમ પ્રાથમિકતા આપી હતી.
પીઠી ભરેલા હાથે પહોંચી મતદાન મથકે હાલ લગ્નની સીઝન પૂરબહારમાં ખીલી છે, ત્યારે રવિનાના ઘરે પણ લગ્નની ધૂમ હતી. રીત-રિવાજ મુજબ લગ્નવિધિમાં બેસવાનું હોવા છતાં, રવિનાએ નક્કી કર્યું કે તે પહેલાં મતદાન કરશે અને પછી જ લગ્ન મંડપમાં જશે.તે પોતાના લગ્નના પોશાકમાં જ બૂથ મથક પર પહોંચી હતી. જેને જોઈને અન્ય મતદારો પણ આશ્ચર્યચકિત અને પ્રેરિત થયા હતા.
આ પણ વાંચો :
દેશના વિકાસ માટે મતદાન જરૂરી: રવિના રાઠવા મતદાન કર્યા બાદ રવિનાએ જણાવ્યું હતું કે, “દેશના વિકાસ માટે દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. મારા લગ્ન છે, પણ એક જાગૃત નાગરિક તરીકે મારી પ્રથમ ફરજ મતદાન કરવાની છે.”તેના આ નિર્ણયથી સમગ્ર છોટાઉદેપુર પંથકમાં તેની પ્રશંસા થઈ રહી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં લગ્નના કારણે લોકો મતદાન કરવાનું ટાળતા હોય છે, ત્યાં રવિનાએ એક નવી રાહ ચીંધી છે.
રિપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર
Post Views: 61











