લોકસભામાં બંધારણીય સુધારો વિધેયક રજૂ: 207 સાંસદોએ રજૂ કરવાના પક્ષમાં આપ્યો મત

દેશના રાજકારણમાં આજે એક ઐતિહાસિક અધ્યાયની શરૂઆત થઈ રહી છે. સંસદનું ત્રણ દિવસીય વિશેષ સત્ર આજથી શરૂ થયું છે. આ સત્રમાં મોદી સરકાર ત્રણ મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવા જઈ રહી છે.જે દેશના રાજકારણનું સંપૂર્ણ ચિત્ર બદલી નાખશે. આ સત્રનો મુખ્ય લક્ષ્યાંક 2023માં પસાર થયેલા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ ને પાયાના સ્તરે લાગુ કરવાનો અને લોકસભાની તાકાત વધારવાનો છે.

લોકસભાની બેઠકોમાં થશે વધારો

સંસદના વિશેષ સત્રમાં સૌથી મોટી હલચલ લોકસભાના સભ્યોની સંખ્યાને લઈને રહેશે. સરકારની યોજના લોકસભાની બેઠકોની હાલની સંખ્યા 543 થી વધારીને 850 કરવાની છે. આ માટે બંધારણ (131મો સુધારો) વિધેયક 2026 રજૂ કરવામાં આવશે.જેમાં વધતી જતી વસ્તીના આધારે સંસદ સભ્યોની સંખ્યા વધારવાની જોગવાઈ છે.

  • કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સુધારો) વિધેયક 2026: આ દ્વારા દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને પુડુચેરીની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામત સુનિશ્ચિત કરવામાં આવશે.

  • બંધારણ (131મો સુધારો) વિધેયક 2026: આ બિલ સંસદમાં સભ્યોની સંખ્યા વધારવાનો માર્ગ મોકળો કરશે.આ બિલ કેન્દ્રીય કાયદા મંત્રી રજૂ કરશે.

  • સીમાંકન (Delimitation) વિધેયક 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બિલ રજૂ કરશે.જેના હેઠળ લોકસભા અને વિધાનસભા ક્ષેત્રોની સીમાઓનું નવેસરથી નિર્ધારણ કરવામાં આવશે.

2029ની ચૂંટણી અને મહિલા અનામત

કેન્દ્ર સરકારની રણનીતિ આ કાયદાઓ દ્વારા 2029ની લોકસભા ચૂંટણી સુધીમાં મહિલાઓ માટેના અનામતને સંપૂર્ણપણે અસરકારક બનાવવાની છે. લોકસભાની કાર્ય મંત્રણા સમિતિએ આ બિલો પર ચર્ચા કરવા માટે 18 કલાકનો સમય ફાળવ્યો છે. પહેલા આ વિધેયક લોકસભામાં ચર્ચા બાદ પસાર થશે અને ત્યારબાદ તેને રાજ્યસભામાં મોકલવામાં આવશે.

દેશના નિષ્ણાતોનું માનવું છે કે ‘સીમાંકન’ આ સમગ્ર પ્રક્રિયાનો સૌથી જટિલ ભાગ છે, જેના પર વિરોધ પક્ષો સાથે તીખી ચર્ચા થવાની શક્યતા છે. જો આ બિલ પાસ થશે.તો તે ભારતીય સંસદના ઈતિહાસનું સૌથી મોટું પુનર્ગઠન હશે.

Leave a Comment

READ MORE

READ MORE