ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયાને હજુ ગણતરીના કલાકો જ વીત્યા હતા. ત્યાં જ બુધવારે બપોરે ઈઝરાયેલે અચાનક લેબનાનની રાજધાની બેરૂતમાં બોમ્બમારો શરૂ કરી દીધો છે. બેરૂતના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો અને બજારોને નિશાન બનાવીને કરવામાં આવેલા આ હુમલામાં112 લોકોના મોત થયા છે.જ્યારે 800થી વધુ લોકો લોહીલુહાણ થયા છે. ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે,ઈરાન સાથેનો સીઝફાયર લેબનાનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધની લડાઈ પર લાગુ પડતો નથી.
માત્ર 10 મિનિટમાં 100થી વધુ ઠેકાણાં તબાહ
આ હુમલો એટલો ભયાનક હતો કે માત્ર 10 મિનિટના ગાળામાં હિઝબુલ્લાહના 100થી વધુ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. મધ્ય બેરૂત.દક્ષિણ લેબનાન અને પૂર્વી બેકા ઘાટીમાં ઈઝરાયેલી વાયુસેનાએ પ્રચંડ હુમલા કર્યા છે. ઈઝરાયેલી સેનાએ તેને આખા યુદ્ધનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે.
બેરૂતમાં સર્જાયો મોતનો મંજર
હુમલા બાદ બેરૂતના આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. અનેક રહેણાંક ઈમારતોમાં આગ લાગી ગઈ અને સેંકડો ગાડીઓ રાખ થઈ ગઈ છે. વ્યસ્ત બજારોમાં બોમ્બમારો થતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લેબનાન સરકારના જણાવ્યા અનુસાર. હુમલામાં અત્યાર સુધીમાં 112 લોકોએ જીવ ગુમાવ્યા છે. અને ઘાયલોની સંખ્યા 837 પર પહોંચી છે. જેમાંથી અનેકની હાલત ગંભીર છે.
ઈઝરાયેલનો દાવો: ‘હિઝબુલ્લાહ લોકોને ઢાલ બનાવે છે’
ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે. તેમણે માત્ર હિઝબુલ્લાહના મિસાઈલ લોન્ચિંગ સેન્ટર. કમાન્ડ સેન્ટર અને ઈન્ટેલિજન્સ નેટવર્કને જ નિશાન બનાવ્યા છે.સેનાએ હિઝબુલ્લાહ પર ગંભીર આરોપ લગાવ્યો કે. આ આતંકી જૂથ સામાન્ય નાગરિકોને માનવ ઢાલ તરીકે વાપરે છે અને રહેણાંક વિસ્તારોમાં હથિયારો છુપાવે છે.
હિઝબુલ્લાહની વળતી ચેતવણી
હુમલા પહેલા હિઝબુલ્લાહના અધિકારીએ જણાવ્યું હતું કે. તેઓ શાંતિ માટે મધ્યસ્થીઓને તક આપી રહ્યા હતા.પરંતુ ઈઝરાયેલ તેનું પાલન કરી રહ્યું નથી. હિઝબુલ્લાહે સ્પષ્ટ ચેતવણી આપી છે કે,,તેઓ હવે ઈઝરાયેલના એકપક્ષીય હુમલા સહન કરશે નહીં અને જડબાતોડ જવાબ આપશે.
Post Views: 71











