ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશિંગુ: 26 એપ્રિલે મતદાન અને 28મીએ પરિણામ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર એસ.મુરલી કૃષ્ણાએ પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો.જે મુજબ રાજ્યમાં 26 એપ્રિલે મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે..સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

ચૂંટણી કાર્યક્રમની મહત્વની વિગતો

  • જાહેરનામું: 6 એપ્રિલ

  • ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ

  • ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ

  • ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ

  • મતદાન: 26 એપ્રિલ (સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી)

  • પરિણામ: 28 એપ્રિલ

ચૂંટણીના આંકડા અને તૈયારીઓ

રાજ્યમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

  • મતદાન મથકો: કુલ 49,591 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે.

  • સંવેદનશીલ મથકો: આશરે 11,000 મતદાન મથકો સંવેદનશીલ અને 3,300 અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.

  • સુરક્ષા: અંદાજે 61 લાખ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.

  • મતદારો: આ ચૂંટણીમાં કુલ 4 કરોડ 40 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.જેમાંથી 10 કરોડ મહાનગરપાલિકામાં અને 2.44 કરોડ જિલ્લા-તાલુકા પંચાયતોમાં છે.

EVM વ્યવસ્થા અને વૉર્ડની વિગત

આ ચૂંટણી સંપૂર્ણપણે EVM દ્વારા યોજાશે.શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે હજારોની સંખ્યામાં બેલેટ યુનિટ (BU) અને કંટ્રોલ યુનિટ (CU) ફાળવવામાં આવ્યા છે.

  • ચૂંટણીનો વ્યાપ:રાજ્યમાં મહાનગરપાલિકાઓના 262 વૉર્ડ, નગરપાલિકાઓના 656 વૉર્ડ, જિલ્લા પંચાયતોના 1090 વૉર્ડ અને તાલુકા પંચાયતોના 5234 વૉર્ડમાં ચૂંટણી યોજાશે.

  • નવી મહાનગરપાલિકાઓ: ખાસ વાત એ છે કે, આ વખતે રાજ્યની 9 નવી મહાનગરપાલિકાઓમાં પણ પ્રથમવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે.

રાજકીય રીતે મહત્વની ચૂંટણી

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે, મતદાન માટે 14 પ્રકારના ઓળખ પત્રો માન્ય રહેશે. નોંધનીય છે કે, 27% OBC અનામત લાગુ થયા બાદ પ્રથમ વખત આ ચૂંટણીઓ યોજાઈ રહી છે.જેના કારણે રાજકીય પક્ષો માટે આ પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે.જૂનાગઢ સિવાયની તમામ મહાનગરપાલિકાઓ અને 84 નગરપાલિકાઓમાં જનતા પોતાના પ્રતિનિધિઓ ચુંટશે.

Leave a Comment

READ MORE

READ MORE