યુપીના સંસ્કૃત શિક્ષણમાં મોટો ફેરફાર: હવે ક્લાસરૂમમાં ગુંજશે ‘બાલ રામકથા’ અને ‘મહાભારત’ના પાઠ

ઉત્તર પ્રદેશની સંસ્કૃત શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની ઔપચારિક શરૂઆત થઈ ગઈ છે. અને આ સાથે સંસ્કૃત શિક્ષણ પરિષદે સમગ્ર સત્ર માટે શૈક્ષણિક કેલેન્ડર પણ બહાર પાડ્યું છે. જેમાં આ વખતે અનેક મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. હવે હિન્દી વિષયના અભ્યાસક્રમમાંથી સંસ્કૃતનો ભાગ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યો છે. એટલે કે તમામ ધોરણોના હિન્દી પ્રશ્નપત્રોમાં સંસ્કૃત ભાષાને લગતો કોઈ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં.

સૌથી ખાસ વાત એ છે કે, ધોરણ 6 માં પૂરક પુસ્તક તરીકે NCERT ની પ્રસિદ્ધ ખંડ કાવ્ય બાલ રામકથાભણાવવામાં આવશે.

ધોરણ 7 માં ‘NCERT બાલ મહાભારત કથા’ નો સમાવેશ કરવામાં આવ્યો છે.આ બંને પુસ્તકો મહાન વ્યક્તિત્વો અને ભારતની વિભૂતિઓની વાર્તાઓ સાથે ભણાવવામાં આવશે.પરિષદે ઉચ્ચ ધોરણો માટે પણ નવા સાહિત્યિક વિભાગો નક્કી કર્યા છે.આ ઉપરાંત:

  • ધોરણ 9 માં: ઉપેન્દ્રનાથ અશ્કની એકાંકી ‘લક્ષ્મી કા સ્વાગત’

  • ધોરણ 10 માં: ‘માતૃભૂમિ કે લિયે’

  • ધોરણ 11 માં: શ્રી વ્યથિતનું ‘રાજ મુકુટ’

  • ધોરણ 12 માં: ખંડ કાવ્ય અંતર્ગત શ્રી શિવ બાલક શુક્લની ‘શ્રવણ કુમાર’ ભણાવવામાં આવશે.

સંસ્કૃત શિક્ષણ પરિષદના સચિવ શિવલાલે જણાવ્યું હતું કે, અમારો પ્રયાસ છે કે વિદ્યાર્થીઓ મૂળ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ સાથે ઊંડાણપૂર્વક જોડાય.સાથે જ, સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે અખબાર વાંચવાની આદતને પ્રોત્સાહન આપવામાં આવશે. તમામ શાળાઓમાં પ્રાર્થના સભા દરમિયાન મુખ્ય સમાચાર પત્રો વંચાવવા માટે સખત સૂચનાઓ આપવામાં આવી છે. આ ફેરફાર માત્ર અભ્યાસક્રમને વધુ સમૃદ્ધ બનાવી રહ્યો નથી.પરંતુ વિદ્યાર્થીઓને ડિજિટલ સ્ક્રીનથી દૂર રાખીને સાહિત્ય અને સમસામયિક જ્ઞાન બંને તરફ પ્રોત્સાહિત પણ કરી રહ્યો છે. સંસ્કૃત શાળાઓના લાખો વિદ્યાર્થીઓ હવે આ નવા પુસ્તકો સાથે નવા સત્રની શરૂઆત કરી ચૂક્યા છે.

રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) એ ગયા વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને શાળા શિક્ષણ માટેના નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF-SE) 2023 પર આધારિત ધોરણ 8 માટે એક નવું સંસ્કૃત પાઠ્યપુસ્તક દીપકમ્લોન્ચ કર્યું હતું.તેની શરૂઆત વિદ્યાર્થીઓમાં તાર્કિક અને સર્જનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી છે.પાઠ્યપુસ્તકમાં ‘ડિજિટલ ઈન્ડિયા’ જેવા આધુનિક પાઠોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ પાઠ્યપુસ્તકમાં માનવીય મૂલ્યોની કાવ્યાત્મક ઝલક જોવા મળે છે અને તેમાં ‘હિતોપદેશ’ અને ‘ચરક સંહિતા’ જેવા સંસ્કૃત ગ્રંથોનો પરિચય આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE