એર ઇન્ડિયાની આર્થિક સ્થિતિ પર જોખમ, 2,500 ફ્લાઇટ્સ રદ; CEOએ ફાલતુ ખર્ચ ઘટાડવાની આપી સલાહ

પશ્ચિમ એશિયામાં છેડાયેલા સંઘર્ષે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રની કમર તોડવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને પોતાના કર્મચારીઓને ચેતવણી આપી છે. કેમ્પબેલ વિલ્સને જણાવ્યું કે યુદ્ધનો અસલી આર્થિક ફટકો હજુ પડવાનો બાકી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે હવે સમય આવી ગયો છે જ્યારે કંપનીએ બિનજરૂરી ખર્ચાઓ પર કડક નિયંત્રણ રાખવું પડશે.

આકાશમાં #જેવી સ્થિતિ!

છેલ્લા 22 દિવસથી પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ છે. આ કારણે આ વિસ્તારોમાંથી પસાર થતા વિમાનોને કાં તો ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે અથવા રદ કરવા પડી રહ્યા છે. વિલ્સને જણાવ્યું કે, યુદ્ધ શરૂ થયાના માત્ર ત્રણ અઠવાડિયામાં જ એર ઇન્ડિયાને મિડલ ઈસ્ટ જતી તેની અંદાજે 2,500 ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. હાલમાં એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ આ ક્ષેત્રમાં તેમની ક્ષમતાના માત્ર 30 ટકા જ સંચાલન કરી રહ્યા છે. ઘણા દેશોના હવાઈ ક્ષેત્ર કાં તો સંપૂર્ણપણે બંધ છે અથવા એટલા અસુરક્ષિત છે કે ત્યાં વિમાન લઈ જવું જોખમથી ખાલી નથી.

લાંબો રસ્તો અને મોંઘું બળતણ

આ યુદ્ધનો માર માત્ર મિડલ ઈસ્ટની ફ્લાઇટ્સ પૂરતો મર્યાદિત નથી. બ્રિટન, યુરોપ અને ઉત્તર અમેરિકા જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ હવે ખૂબ જ લાંબા અને વાંકાચૂકા રસ્તાઓ પરથી પસાર થઈ રહી છે. એરસ્પેસ પરના પ્રતિબંધોને કારણે વિમાનોને ડાયવર્ટ કરવા પડી રહ્યા છે, જેનાથી ઈંધણના વપરાશમાં ભારે વધારો થયો છે. એર ઇન્ડિયાના CEO વિલ્સને જણાવ્યું કે બજારમાં કાચા તેલ અને જેટ ફ્યુઅલની કિંમતો બમણાથી વધુ થઈ ગઈ છે. જોકે, તેની સંપૂર્ણ આર્થિક અસર કંપનીની બેલેન્સ શીટ પર આવતા મહિનાથી દેખાવાનું શરૂ થશે.

મુસાફરોના ખિસ્સા પર બોજ

સંકટને જોતા એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ, ઇન્ડિગો અને અકાસા એરએ ટિકિટ પર ફ્યુઅલ સરચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. CEO વિલ્સને ઉમેર્યું કે દરેક મુસાફર વધેલું ભાડું ચૂકવવા તૈયાર હોતા નથી. અમે એક ચોક્કસ મર્યાદા સુધી જ કિંમતો વધારી શકીએ છીએ, ત્યારબાદ લોકો મુસાફરી કરવાનું બંધ કરી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE