દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બંને દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે..કોર્ટે લેન્ડ-ફોર-જોબ્સ કેસમાં બિન-આશ્રિત દસ્તાવેજો (non-reliable documents) આપવાનો ઈનકાર કર્યો હતો..કોર્ટે સ્પષ્ટ કર્યું કે, દરેક દસ્તાવેજ મેળવવો એ આરોપીઓનો અધિકાર નથી..પહેલા પ્રોસિક્યુશન (અભિયોજન પક્ષ) પોતાના પુરાવા રજૂ કરશે અને તે જ આધારે સુનાવણી હાથ ધરવામાં આવશે. નક્કર બચાવ વિના આરોપીઓને વધારાના દસ્તાવેજો માંગવાની મંજૂરી આપી શકાય નહીં. કોર્ટે ઉમેર્યું કે અરજી ફગાવી દેવાથી આરોપીઓને કોઈ નુકસાન થશે નહીં…અન્ય આરોપીઓની સમાન અરજીઓ પણ કોર્ટે ફગાવી દીધી છે.
બે અન્ય આરોપીઓની અરજીઓ પણ રદ ‘અનરિલાયડ’ દસ્તાવેજો એવી સામગ્રી છે જે તપાસ એજન્સીઓ જપ્ત તો કરે છે. પરંતુ પ્રોસિક્યુશન તેની ફરિયાદમાં તેનો ઉપયોગ કરતું નથી. કોર્ટે જણાવ્યું હતું કે,, આ અરજીઓનો હેતુ “કેસને શરૂઆતથી જ જટિલતાઓની ભૂલભૂલામણીમાં ધકેલવાનો” છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગનેએ કહ્યું કે,,આ દસ્તાવેજો એકસાથે ઉપલબ્ધ કરાવવા એ માત્ર ‘ઉલટી ગંગા વહાવવા’ જેવું નથી..પરંતુ તે ન્યાયિક પ્રક્રિયાને પણ ‘પૂરી રીતે અસ્તવ્યસ્ત’ કરી દેશે…તેમણે લાલુ પ્રસાદના અંગત સચિવ (PS) આર.કે.મહાજન અને રેલવેના ભૂતપૂર્વ જનરલ મેનેજર મહીપ કપૂરની અરજીઓ પણ ફગાવી દીધી હતી.
‘એવું લાગે છે કે અરજદારોનો ઈરાદો કાર્યવાહી લંબાવવાનો છે‘ ન્યાયાધીશ ગોગનેએ તેમના 35 પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, કેસ પર કોર્ટના કાયદેસરના નિયંત્રણને “આરોપીઓ દ્વારા ઉલટતપાસના બહાને છીનવી” શકાય નહીં. એવું પ્રતીત થાય છે કે,,અરજદારોનો કાર્યવાહીને લાંબી ખેંચવાનો ‘ગુપ્ત ઈરાદો’ છે..કોર્ટે કહ્યું કે,નિષ્પક્ષ સુનાવણીના અધિકાર અને કાર્યવાહી વહેલી પૂરી થાય તે સુનિશ્ચિત કરવા માટે કાયદાકીય જોગવાઈઓ મુજબ પુરાવા નોંધવા જરૂરી છે.
‘ન્યાયિક કાર્યવાહી પર કોઈ શરત લાદવાની મંજૂરી આપી શકાય નહીં‘ કોર્ટે અવલોકન કર્યું કે આરોપીઓ વિનંતી કરી રહ્યા છે કે, બચાવની તૈયારી શરૂ કરતા પહેલા તેમને તમામ અથવા અમુક ‘અનરિલાયડ’ દસ્તાવેજો આપવામાં આવે, એટલે કે ઉલટતપાસ શરૂ કરવા માટે દસ્તાવેજોની ઉપલબ્ધતાને એક શરત તરીકે રજૂ કરવામાં આવી રહી છે.કોર્ટે આ અરજીઓને ‘અસ્વીકાર્ય’ ગણાવતા કહ્યું કે આરોપીઓને “ન્યાયિક કાર્યવાહી ચાલુ રાખવા માટે કોઈ શરત મૂકવાની મંજૂરી આપી શકાય નહીં.” કોર્ટે એ પણ નોંધ્યું કે આરોપીઓને તે દસ્તાવેજોનું નિરીક્ષણ કરવાની પૂરતી તક અગાઉ આપવામાં આવી હતી જે અભિયોજન પક્ષના પુરાવાનો ભાગ નથી.
Post Views: 68











