વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સ્થિતિને જોતા ભારત સરકારે દેશમાં ઘરેલું ગેસ પુરવઠો ખોરવાય નહીં તે માટે કમર કસી છે. સરકારે ‘આવશ્યક સેવા જાળવણી અધિનિયમ’ (ESMA) લાગુ કરીને કુદરતી ગેસના વિતરણ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.
શું છે સરકારનો મુખ્ય નિર્ણય?
કેન્દ્ર સરકારે ‘કુદરતી ગેસ (સપ્લાય રેગ્યુલેશન) આદેશ 2026′ જારી કર્યો છે. આ અંતર્ગત, આંતરરાષ્ટ્રીય બજારમાં LPGના સપ્લાયમાં આવતા અવરોધો સામે લડવા માટે સ્થાનિક કુદરતી ગેસના વિતરણમાં ‘પ્રાથમિકતા મોડલ’ અપનાવવામાં આવ્યું છે. આ આદેશ ગેઝેટમાં પ્રસિદ્ધ થતાની સાથે જ તાત્કાલિક અસરથી અમલી બનશે.
ESMA એટલે શું? (Essential Services Maintenance Act)
ESMA એ 1968માં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલો કાયદો છે, જે કટોકટીના સમયે જનજીવનને પ્રભાવિત કરતી સેવાઓને અટકતી રોકવા માટે વપરાય છે.
-
હડતાલ પર પ્રતિબંધ: આ કાયદો લાગુ થયા પછી, ગેસ સપ્લાય સાથે જોડાયેલા કર્મચારીઓ હડતાલ પર જઈ શકતા નથી.
-
કામની ફરજ: કર્મચારીઓ કોઈપણ બહાના હેઠળ કામ કરવાનો ઈનકાર કરી શકતા નથી.
-
અવિરત પુરવઠો: તેનો મુખ્ય હેતુ સામાન્ય જનતાને મળતી પાયાની સુવિધાઓમાં વિક્ષેપ પડતો અટકાવવાનો છે.
ગેસ વિતરણ માટેના નવા ‘પ્રાથમિકતા ક્ષેત્રો’
સરકારે કુદરતી ગેસની ફાળવણીને ત્રણ મુખ્ય કેટેગરીમાં વહેંચી છે, જેથી આવશ્યક સેવાઓને અસર ન થાય:
1. ટોચની પ્રાથમિકતા (100% સપ્લાય)
આ સેક્ટર્સને છેલ્લા 6 મહિનાના સરેરાશ વપરાશ મુજબ પૂરેપૂરો (100%) ગેસ પૂરો પાડવામાં આવશે:
-
ઘર વપરાશનો પાઈપ્ડ નેચરલ ગેસ (PNG).
-
વાહનો માટેનો CNG ગેસ.
-
LPG ઉત્પાદન અને સંબધિત જરૂરિયાતો.
-
ગેસ પાઈપલાઈન ઓપરેશન માટેનું ઈંધણ.
2. દ્વિતીય પ્રાથમિકતા (70% સપ્લાય)
-
ખાતર (Fertilizer) ઉદ્યોગ: ખેતી માટે જરૂરી ખાતરના પ્લાન્ટ્સને તેમના સરેરાશ વપરાશના 70% ગેસ મળશે.
-
શરત: આ ગેસનો ઉપયોગ માત્ર ખાતર બનાવવા માટે જ કરી શકાશે અને એક યુનિટનો ગેસ બીજા યુનિટમાં ટ્રાન્સફર કરી શકાશે નહીં.
3. તૃતીય પ્રાથમિકતા (80% સપ્લાય)
-
ઉદ્યોગો: ચા ઉદ્યોગ અને અન્ય ઉત્પાદન એકમોને નેશનલ ગેસ ગ્રીડ દ્વારા 80% સુધી સપ્લાય આપવામાં આવશે.
-
આ માટેના ચોક્કસ નિયમો PPAC (Petroleum Planning and Analysis Cell) દ્વારા નક્કી કરવામાં આવશે.
Post Views: 0











