છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા ‘શાહી સ્નાન’ વિવાદનો આખરે ગિરનારની ગોદમાં મંગલ અંત આવ્યો છે. સનાતન ધર્મની એકતા અને સાધુ-સંતોની ગરિમાને સર્વોપરી ગણીને કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદ પર પૂર્ણવિરામ મુકાયું છે. આ સમાધાન સાથે જ ગિરનારના સાધુ સમાજમાં ફરી એકવાર એકતાનો સંદેશ પ્રસરી ગયો છે.
સંતોનું સન્માન અને આશીર્વાદની પ્રાપ્તિ
વિવાદના ઉકેલ માટે કીર્તિ પટેલે નમ્રતા પૂર્વક પહેલ કરી હતી. તેમણે ઇન્દ્રભારતી બાપુ સહિતના વડીલ સંતોને સાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું.. અને ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે કીર્તિ પટેલે પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુનું પણ આદરપૂર્વક પૂજન-સન્માન કર્યું હતું.
“ભારતી પરિવારને તોડનારા નિષ્ફળ રહ્યા” – કીર્તિ પટેલ
સમાધાન બાદ કીર્તિ પટેલે ગંભીરતાપૂર્વક નિવેદન આપતા જણાવ્યું હતું કે:
“ઘણા તત્વોએ ભારતી પરિવારની એકતા તોડવા અને વિવાદને વકરાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ ગિરનારી મહારાજની કૃપાથી કોઈનો મેળ પડ્યો નથી. મેં મારા ગુરુ હરીહરાનંદ ભારતી બાપુના માન-સન્માન ખાતર અને સનાતન ધર્મની પરંપરાને કલંક ન લાગે તે હેતુથી આ વિવાદને કાયમ માટે શાંત કરવાનું નક્કી કર્યું છે.”
સમાધાન પાછળના મુખ્ય કારણો
આ વિવાદને ઉકેલવા પાછળ કોઈ વ્યક્તિગત સ્વાર્થ નહીં પણ ધાર્મિક ગરિમા હોવાનું સામે આવ્યું છે:
-
ગુરુ પ્રત્યેની નિષ્ઠા: પોતાના ગુરુની પ્રતિષ્ઠાને આંચ ન આવે તે માટે કીર્તિ પટેલે નમતું જોખ્યું.
-
સનાતન ધર્મની એકતા: સાધુ સમાજ અને ભક્તો વચ્ચે વધતું અંતર રોકવા માટે આ ઉકેલ અનિવાર્ય હતો.
-
ષડયંત્રનો પર્દાફાશ: પરિવારને તોડવાની કોશિશ કરનારા અસામાજિક તત્વોને આ સમાધાને જડબાતોડ જવાબ આપ્યો છે.
ગિરનારનું ધાર્મિક વાતાવરણ ફરી શાંત
જૂનાગઢના સંતોએ પણ આ સમાધાનને વધાવ્યું છે. ઇન્દ્રભારતી બાપુ અને અન્ય મહંતોએ પણ ઉદાર દિલ રાખી કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા હતા. જે દર્શાવે છે કે, સનાતન પરંપરામાં ક્ષમા અને સન્માનનું સ્થાન સૌથી ઊંચું છે.
આ ઘટનાએ એ સાબિત કરી દીધું છે કે જ્યારે ધર્મ અને સંસ્કારોની વાત આવે ત્યારે મોટામાં મોટા વિવાદો પણ ‘ગિરનારી’ ભક્તિના નાદમાં ઓગળી જાય છે.
Post Views: 203











