પીએમ મોદીએ જેનું લોકાર્પણ કર્યું હતું તે અબુ ધાબીનું મંદિર 9 માર્ચ સુધી બંધ રહેશે

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોને અનુરૂપ, સાવચેતીના પગલા તરીકે, અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર સોમવાર, 9 માર્ચ સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે..આ સમયગાળા દરમિયાન, સ્વામી મંદિરમાં બધાની શાંતિ, સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખશે…’
ઈરાની લશ્કરી હુમલામાં 58 લોકો સહેજ ઘાયલ થયા હતા જેમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસે રવિવારે (1 માર્ચ, 2026) જણાવ્યું હતું કે તેઓ ભારતીય નાગરિકની ઇજાઓથી વાકેફ છે અને હોસ્પિટલના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. UAE ના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ઈરાની આક્રમણની શરૂઆતથી તેમની સેનાએ 165 બેલિસ્ટિક મિસાઇલો, બે ક્રુઝ મિસાઇલો અને 541 ડ્રોન હુમલાઓનો સામનો કર્યો છે.વડાપ્રધાન મોદીએ બે વર્ષ પહેલાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું…અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર 27 એકર (11 હેક્ટર) જમીન પર બનેલું છે. 2018માં પીએમ મોદીની UAE મુલાકાત દરમિયાન તેના બાંધકામની જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરી, 2024ના રોજ BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.

ઇઝરાયલે શનિવારે સવારે ઇરાનની રાજધાની તેહરાન પર મોટો હુમલો કર્યો.વધી રહેલી લશ્કરી કાર્યવાહી હવે પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે. આ ઇઝરાયલી હુમલાને ઇરાન દ્વારા આપવામાં આવેલી અગાઉની ધમકીઓ અને પ્રદેશમાં તણાવ વધવાના સીધા પરિણામ તરીકે જોવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE