ભારત-કેનેડા દોસ્તીનો નવો અધ્યાય: 2030 સુધીમાં $50 બિલિયનના વેપારનું પીએમ મોદીનું લક્ષ્ય

જ્યારે મધ્ય પૂર્વમાં અને વૈશ્વિક અશાંતિ ચાલી રહી છે..ત્યારે ભારતે રાજદ્વારી અને આર્થિક મોરચે એક મોટું પગલું ભર્યું છે.જ્યારે ભૂ-રાજકીય કટોકટીએ બજારોને હચમચાવી દીધા છે..ત્યારે ભારત અને કેનેડા ઊર્જા,વેપાર અને વ્યૂહાત્મક ખનિજો પર ઐતિહાસિક કરારો પર પહોંચ્યા છે.

પીએમ મોદીએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરીને રાષ્ટ્રને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી.

પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષો વચ્ચે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું, “ભારતે વૈશ્વિક સંઘર્ષોના ઉકેલ માટે સતત સંવાદ અને રાજદ્વારીની હિમાયત કરી છે અને વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.”

કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું,”પશ્ચિમ એશિયામાં વર્તમાન વિકાસ ભારત માટે પણ ગંભીર ચિંતાનો વિષય છે.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વડાપ્રધાન માર્ક જે. કાર્નીના નેતૃત્વમાં કેનેડા સાથે વધતા સંબંધોની પ્રશંસા કરી અને કહ્યું કે બંને દેશો 2030 સુધીમાં 50 અબજ ડોલરના વેપારના લક્ષ્ય સાથે તેમના આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે.તેમણે વધુમાં જણાવ્યું કે ઓટાવા અને ભારતે ટૂંક સમયમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરારને અંતિમ સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો છે.

સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

પીએમ મોદીએ કહ્યું,“આજે, અમે આ વિઝનને ભાગીદારીના આગલા સ્તર પર લઈ જવાની ચર્ચા કરી. અમારું લક્ષ્ય 2030 સુધીમાં વેપારમાં $50 અબજ ડોલર સુધી પહોંચવાનું છે. આર્થિક સહયોગની સંપૂર્ણ સંભાવનાને ખુલ્લી કરવી અમારી પ્રાથમિકતા છે.અમે ટૂંક સમયમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરારને અંતિમ સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો છે.

કેનેડિયન પેન્શન ફંડ્સ ભારતમાં $100 અબજ ડોલરનું રોકાણ કરે છે

પીએમ મોદીએ કહ્યું, “કેનેડિયન પેન્શન ફંડ્સે ભારતમાં $100 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.આ ભારતની વિકાસગાથામાં તેમના ઊંડા વિશ્વાસનું પ્રતીક છે.”

પીએમ મોદીએ કાર્નેની ભારત મુલાકાતને એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવી.તેમણે ગયા વર્ષે કેનેડામાં G7 બેઠક દરમિયાન તેમની સાથેની તેમની સારી મુલાકાતને યાદ કરીને બંને દેશોના કેન્દ્રીય બેંકિંગ નેતૃત્વમાં તેમની ભૂમિકા બદલ કાર્નેનીની પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE