ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે.ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ અંતિમ સુપર 8 મેચમાં સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. શાઈ હોપની ટીમે આનો લાભ ઉઠાવ્યો અને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા…ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં 5 વિકેટથી મેચ જીતી લીધી.
પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે સારી શરૂઆત કરીને કેપ્ટન શાઈ હોપે 32 રન બનાવ્યા હતા..જ્યારે અન્ય ઓપનર, રોસ્ટન ચેઝે પણ 40 રનની ઝડપી ઇનિંગ રમી હતી..ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલા શિમરોન હેટમાયરએ મહત્વપૂર્ણ 27 રન ઉમેર્યા. શેરફેન રધરફોર્ડ ફક્ત 14 રન જ બનાવી શક્યો..રોવમેન પોવેલે 19 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા..જેસન હોલ્ડરે પણ 22 બોલમાં અણનમ 37 રન બનાવ્યા હતા.. જેના કારણે વેસ્ટ ઈન્ડિઝ 20 ઓવરમાં 4 વિકેટે 195 રન સુધી પહોંચી ગયું હતુ..ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહે બે વિકેટ લીધી.. જ્યારે હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીએ એક-એક બેટ્સમેનને આઉટ કર્યો.
ટીમ ઈન્ડિયા સારી શરૂઆત કરી શકી નહીં. અભિષેક શર્મા અને ઈશાન કિશન બંને મોટી મેચમાં નિષ્ફળ ગયા. જોકે, બીજા ઓપનર, સંજુ સેમસનએ જવાબદારી સંભાળી અને 50 બોલમાં 12 ચોગ્ગા અને ચાર જબરદસ્ત છગ્ગા ફટકારીને શાનદાર અણનમ 97 રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 18 રન ઉમેર્યા, જ્યારે તિલક વર્માએ પણ 27 રનની ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ઇનિંગ રમી…હાર્દિક પંડ્યાએ પણ 17 રનની સારી ઇનિંગ રમી.પરિણામે, ટીમ ઈન્ડિયાએ અંતિમ ઓવરમાં 5 વિકેટથી મેચ જીતી લીધી.વેસ્ટ ઈન્ડિઝ તરફથી શમર જોસેફ અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ લીધી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પ્રવેશી ગઈ છે.
Post Views: 0











